Site icon Revoi.in

દેશમાં કોરોનાના કેસમાં 55 ટકાનો વધારો – 24 કલાકમાં જ નોંધાયા 58,097 કેસ

Social Share

દિલ્હીઃ- દેશ ફરી એક વખત કોરોનાની ઝપેટમાં આવી રહ્યો છે,દેશમાં નોંધાતા દૈનિક કેસો દિવસેને દિવસે વઘતા જઈ રહ્યા છે ત્યારે છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો કોરોનાના કેસોમાં 56 ટકાનો વધારો નોંધાયો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે દેશમાં વિતેલા દિવસને મંગળવારે કોરોનાનો વિસ્ફોટ થયો છે, રિપોર્ટ પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના દર્દીઓની સંખ્યામાં 55.4 ટકાના વધારા સાથે લગભગ 58 હજાર કેસ નોંધાયા છે.જે ચિંતાનો વિષય છે.

પ્રાપ્ત આંકડાઓ પ્રમાણે અનુસાર, મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, બિહાર, ઓડિશા, હિમાચલ પ્રદેશ, કેરળ, ગોવા, પંજાબ અને તેલંગાણામાં કેસોમાં ઝડપથી વધારો જોવા મળ્યો છે, અને આ કારણ કે કોરોનાનો આંકડો 50 હજારને પાર કરી ગયો છે

છેલ્લા 24 કલાકમાં 55.4 ટકાના ઉછાળા સાથે કોવિડ-19ના 58,097 નવા કેસ નોંધાયા છે. આ સાથે, સંક્રમિતોની કુલ સંખ્યા 35,018,358 પર પહોંચી ગઈ છે. સક્રિય દર્દીઓની સંખ્યા પણ 2 લાખને વટાવી ગઈ છે. હાલમાં સમગ્ર દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 2 લાખ 14 હજારને પાર છે. તે જ સમયે, એક દિવસમાં 15 હજાર 389 લોકો કોરોનાથી સાજા થયા છે, જ્યારે દેશમાં રિકવરી રેટ હાલમાં 98.01 ટકા જોવા મળે  છે.હવે સાજા થનારાની સંખ્યા કરતા સક્રિય કેસો સતત વધતા જઈ રહ્યા છે.

30 ડિસેમ્બર અને 5 જાન્યુઆરી વચ્ચે નોંધાયેલા કોવિડ કેસોની સંખ્યામાં તફાવત એટલો વ્યાપક પણ જેવા મળે છે કે 23 અને 29 ડિસેમ્બર વચ્ચેના રોજના નોંધાયેલા કેસોની તુલનામાં એક જ સપ્તાહમાં દૈનિક સરેરાશમાં 285 ટકાનો ઉછાળો આવ્યો છે. 23 થી 29 ડિસેમ્બરની વચ્ચેના સાત દિવસમાં કુલ 56 હજાર 722 કેસ નોંધાયા હતા, જેમાં દૈનિક સરેરાશ 8 હજાર 103 હતી, જ્યારે પછીના સાત દિવસમાં એટલે કે 30 ડિસેમ્બરથી 5 જાન્યુઆરીની વચ્ચે કુલ 2 લાખ 18 હજાર 667 કેસ નોંધાયા હતા. જે 285 ટકા વધુ જોવા મળે  છે.