Site icon Revoi.in

દેશમાં ફરી કોરોનાના કેસ વધ્યા, છેલ્લા 24 કલાકમાં 12,591 નવા કેસ નોંધાયા, સક્રિય કેસો 65 હજારને  પાર

Social Share

દિલ્હી – દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં વધારો નોંધાતા જઈ રહ્યો છે, દૈનિક નોંધાતા કેસની જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક દિવસથી 10 હજારને પાર નોંધાી રહ્યા છએ ત્યારે ફરી એક વખત દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને છએલ્લા 24 કલાક દરમિયાન 12 હજારને પાર કેસ આવ્યા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 12 હજાર 591 નવા કેસ નોંધાતા ફરી સરકરાની ચિંતા વધી છે,  આ નોંધાયેલા કેસ વિતેલા દિવસની સરખામણીમાં વધુ છે વિતેલા  દિવસે કોરોનાના 10 હજાર 542 નવા કેસ નોંધાયા હતા. આ સંદર્ભમાં આજે કોરોનાના નવા કેસોમાં વધારો નોંધાયો છે.

આ દરમિયાન કોરોનાથી થયેલા મોતની વાતકરવામાં આવે તો  29 દર્દીઓના મોત થયા છે. ચોંકાવનારી વાત એ છે કે ગત દિવસની સરખામણીએ સંક્રમણમાં 20 ટકાથી વધુનો વધારો થયો છે.

આ સહીત હવે દેશમાં કોરોનાનો દૈનિક સકારાત્મકતા દર 5.46 ટકા  નોધાયો છે. જ્યારે સાપ્તાહિક સકારાત્મકતા દર 5.32 ટકા પર પહોંચી ગયો છે. ભારતમાં સક્રિય ની જો વાત કરીએ તો તે હવે 65 હજારના આંકડાને વટાવીને  65 હજાર 286 જોવા મળી રહ્યા છે.

જો કે સારી વાત એ છે કે કોરોનામાંથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા પણ સારી છે,એટલે કે  કોરોનામાંથી સાજા થવાનો  દર 98.67 ટકા જોવા મળે છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 10 હજાર 827 લોકોએ કોરોનાને માત આપી છે અને સ્વસ્થ  થયા છે,

 

Exit mobile version