Site icon Revoi.in

દેશમાં કોરોનાના કેસો ફરી વધ્યા – છેલ્લા 24 કલાકમાં 2,067 કેસ નોધાયા

Social Share

દિલ્હીઃ– દેશભરમાં જ્યાં એક તરફ કોરોનાની ત્રીજી લહેર નબળી પડી રહી હતી ત્યા ફરી દિલ્હી,હરિયાણ,નોઈડા અને ઉત્તરપ્રદેશ સહીતના રાજ્યોમાં કોરોનાના કેસોમાં ઉછાળો નોંધાયો છે, સ્કુલના વિદ્યાર્થીઓ સહીત કોરોનાનું સ્કરમણ ફેલાવા લાગ્યું છે જેને લઈને દૈનિક નોંધાતા કેસોનો આંકડો ઊંચો ગયો છે.બીજી તરફ વધતા કેસોને લઈને કેન્દ્રની સરકારે 5 જેટલા રાજ્યોને સતર્ક કરતો પત્ર પણ લખ્યો છે.

જો દેશભરમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસોની વાત કરીએ તો 2 હજાર 67 નવા કેસ આવ્યા છે, જે 65.7 ટકાનો કેસોમાં વધારો દર્શાવે છે. આ પરથી અંદાજો લગાવી શકાય કે કેટલાક રાજ્યો ફરી કોરોનાની ઝપેટમાં આવ્યા છે.આ સાથે જ કોરોનાના  કેસમાં 65.7 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 40 લોકોના મોત પણ થયા છે. આ સાથે, કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક વધીને 522,006 થઈ ગયો છે.

જો હાલ દેશમાં  સક્રિય કેસોની વાત કરવામાં આવે તો તે  12 હજાર 340 જોવા મળી રહ્યા  છે. છેલ્લા 24 કલાકમાં  સાજા થનારાની સંખ્યા પણ 1 હજાર 547 જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસને મંગળવારે કોરોનાના 1 હજાર 247 નવા કેસ સામે આવ્યા હતા તેની સરખામણી માં આજે બમણા કેસ નોંધાયા છે.

જો દેશભરમાં કોરોનાનથી સાજા થનારા લોકોની વાત કરીએ તો  રિકવરી રેટ હાલમાં 98.76 ટકા જોવા મળે છે. દૈનિક સકારાત્મકતા દર 0.49 ટકા જોવા છે.