Site icon Revoi.in

કોરોના અપડેટ – છેલ્લા 24 કલાકમાં 2,710 નવા કેસ નોંધાયા , એક્ટિવ કેસ 15 હજારને પાર

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં રોજેરોજ વધઘટ જોવા મળી રહી છે. દેશભરમાં દૈનિક નોંધાતા કેસોની સંખ્યા સામાન્ય રીતે 2 હજારના આકંડાને પાર જોવા મળે છે,છેલ્લા ઘણા દિવસોથી 2 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.

જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો દેશભરમાં કોરોનાના કુલ 2 હજાર 710 કેસ નોંધાયા છે.આ નોંધાયેલા કેસ વિતેલા દિવસની સરખામણીમાં 3 ટકા વધુ જોઈ શકાય છે.

તો બીજી તરફ આ સમયગાળામાં કોરોના વાયરસના કારણે 14 લોકોના મોત થયા છે. આ સાથે, દેશમાં કોરોનાથઈ મરનારા લોકોની સંખ્યા 5 લાખ 24 હજાર 539 થી ચૂકી  છે. 

જો કે રાહતની વાત એ પણ છે કે જેટલવા કોરોનાના કેસો રોજ નોંધાઈ રહ્યા છે એટલી સંખ્યામાં લોકો સાજા પણ થઈ રહ્યા છે.છેલ્લા 24 કલાકમાં 2 હજાર 296 લોકો કોરોના વાયરસથી સાજા થયા છે.

આ સાથે જ દેશમાં સક્રીય કેસોની વાત કરવામાં આવે તો તે 15 હજારને પાર છે હાલમાં દેશમાં સક્રિય કેસની સંખ્યા 15 હજાર 514 પર પહોંચી ગઈ છે.