- છેલ્લા 24 કલાકમાં 22 હજારથી વધુ કેસ સામેઆવ્યા
- ઓમિક્રોનના કહેર વચ્ચે કોરોનાનો રાફળો ફાટ્યો
દિલ્હીઃ- દેશ ફરી એક વખત કોરોનાની ત્રીજી લહેર તરફ આગળ વધી રહ્યો હોય તેવા સંકેત જોવા મળી રહ્યો છે, દેશભરમાં જ્યા કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો કહેર જોવા મળી સહ્યો છે ત્યા બીજી તરફ દૈનિક કેસોમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે.
નવા વર્ષની શરુાતમાં જ કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનો કહેર યથાવત છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં ડેલ્ટાને બદલે ઓમિક્રોન વેરિઅન્ટ સંપૂર્ણ રીતે પ્રભાવિત થઈ રહ્યું છે. ત્યારે દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 1 હજાર 431 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 454 કેસ નોંધાયા છે. ઓમિક્રોનથી ભારતમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત પણ થયા છે.
ભારતમાં કોરોના સંક્રમણની ઝડપ વધી રહી છે,જો વાત કરવામાં આવે છેલ્લા 24 કલાકની તો આ દરમિયાન કોરોનાના 22 હજારથી વધુ કેસ નોંધાયા છે. તે જ સમયે, 8 હજાર લોકો સાજા થયા છે. આ દરમિયાન 406 લોકોના મોત થયા હોવાના પણ સમાચાર છે.
આ સાથે દેશમાં કોરોના એક્ટિવ દર્દીઓની સંખ્યા લાખનો આંકડો વટાવી ચૂકી છે, એક્ટિવ કેસની સંખ્યા 1 લાખ 4 હજાર 781 પર પહોંચી ગઈ છે બીજી તરફ રિકવરી રેટ 98.32% છે.એક્ટિવ કેસો પણ છેલ્લા અઠવાડિયાની સરખામણીમાં વધ્યા છે.આ સાથે જ દૈનિક કોરોના સકારાત્મકતા દર વધીને 2.05 ટકા થયો છે જ્યારે સાપ્તાહિક સકારાત્મકતા દર 1.10 ટકા છે.