Site icon Revoi.in

ઉત્તર કોરિયામાં કોરોનાનો કહેર – અત્યાર સુધી 50 લોકોના મોત,લાખો લોકો તાવની ઝપેટમાં,સેના મેદાનમાં

Social Share

દિલ્હીઃ- જ્યા વિશઅવભરમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડતી જોવા મળી રહી છે ત્યા બીજી તરફ કેટલાક દેશોમાં કોરોનાના કેસ વધતા જોવા મળી રહ્યા છે.જેમાં ઉત્તર કોરિયા હાલ કોરોનાની ઝપેચટમાં જોવા મળી રહ્યું છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે ઉત્તર કોરિયામાં કોવિડ-19ના વધતા પ્રકોપ વચ્ચે સોમવારે તાવના વધુ આઠ કેસના મોત થયા છે, જ્યારે 3 લાખ 92 હજાર 920 વધુ લોકો તાવથી પીડિત હોવાનું જાણવા મળ્યું છે.

આ સાથે જ અહીના નેતા  કિમ જોંગ-ઉને દવાઓના પુરવઠામાં વિલંબ માટે અધિકારીઓને ખખડાવ્યા હતા અને રાજધાનીમાં મહામારીને પહોંચી વળવા માટે સૈન્યને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે ,કિમ જોંગ ઉને કોરોનાના ફેલાવાને રોકવા માટે દેશમાં લોકડાઉન  પણ લગાવ્યું  છે.

ઉત્તર કોરિયાના એન્ટિ-વાયરસ ઇમરજન્સી હેડક્વાર્ટરએ  માહિતી આપતા કહ્યું  કે એપ્રિલના અંતથી 10 લાખથી પણ વધુ લોકોને તાવ આવ્યો છે, જેમાંથી 5 લાખ 64 હજાર 860 હાલ પણ ક્વોરોન્ટચાઈન હેઠળ જીવી રહ્યા છે. રવિવારે સાંજે 6 વાગ્યા સુધી તાવથી વધુ 24 લોકોના મોત થયા બાદ દેશમાં મૃત્યુઆંક વધીને 50 થઈ ગયો છે.ઉલ્લેખનીય છે કે પ્રથન કોરોનાની મોત બાદ જ એહી લોકડાઉન લગાવી દેવાયું હતું.

આ સાથે જ રાજ્યના મીડિયા એહવાલ પ્રમાણે તાવથી પીડિત અને જીવ ગુમાવનારા ઓમાંથી કેટલા કોરોના સંક્રમિત હતા. નિષ્ણાંતોનું કહેવું છે કે ઉત્તર કોરિયાની નબળી સ્વાસ્થ્ય વ્યવસ્થાને કારણે વાયરસના ફેલાવાને રોકવામાં નિષ્ફળતા તેના માટે ખતરનાક સાબિત થઈ શકે છે.ઉત્તર કોરિયાની સત્તાવાર સંચાર એજન્સી કેસીએનએ જણાવ્યું કે દેશમાં 3,92,920 લોકોમાં તાવના લક્ષણો જોવા મળ્યા છે. ઉત્તર કોરિયાએ પહેલીવાર સ્વીકાર્યું છે કે તે કોરોના વિસ્ફોટ સામે ખરાબ રીતે લડી રહ્યું છે. ઉત્તર કોરિયામાં અત્યાર સુધી કોઈ વ્યક્તિને કોરોના સામે રસી આપવામાં આવી નથી.