Site icon Revoi.in

ચીનમાં કોરોનાનો કહેર- 27 જેટલા શહેરો લોકડાઉન હેઠળ, લોકો અનેક મુશ્કેલીઓનો કરી રહ્યા છે સામનો

Social Share

દિલ્હીઃ- વિશ્વભરમાં કોરોનાનો કહેર ફરીથી વર્તાઈ રહ્યો છે વિશ્વના કેટલાક દેશોમાં છૂટાછવાયા કેસો આવી રહ્યા છે જો કે આ સ્થિતિમાં સૌથી વધુ ચીન જોવા મળી રહ્યું છે,ચીનમાં કોરોનાના કેસ વધતાની સાથે જ કેટલાક શહેરોમાં લોકડાઉન કરવાની પમ ફરજ પડી છે જેને લઈને લાખો લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

મહામારી દરમિયાન ચીન તેની ઝીરો કોવિડ પોલિસીને વળગી રહ્યું છે. આ અંતર્ગત લોકડાઉન, માસ ટેસ્ટિંગ, ક્વોરેન્ટાઇન અને બોર્ડર બંધ કરવા જેવા કડક પગલાં લેતા લોકોને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ છે, વાયરસથી બચવા માટે ભારે દંડ અને જેલની સજા કરવામાં આવી રહી છે. ચીનની કડકાઈ છતાં પણ કોરોના સંક્રમણની ઝડપ ઓછી નથી થઈ રહી. આ કડક પ્રતિબંધોને કારણે લોકો ભૂખે મરવા મજબૂર છે.

જો ચીની સ્થિતિની વાત કરીએ તો ચીનમાં 27 શહેરોમાં લોકડાઉન લાગૂ કરાયું છે, જે હેઠળ 16.5 કરોડ લોકો ઘરમાં કેદ  છે. સરકારની કડક નીતિ અને શૂન્ય કોવિડ નીતિ નાગરિકો માટે મુશ્કેલી ઊભી કરી રહી છે. હાલત એ છે કે જે લોકો ખાદ્યપદાર્થો એકત્રિત કરી શક્યા નથી, તેઓને ભારે મુશ્કેલીથી ભોજન મળી રહ્યું છે. માત્ક 1 કલાક માટે ભોજનને લગતી સામગ્રીની ખરિદીમાં છૂટછાટ અપાઈ રહી છે,તેવી સ્થિતિમાં લોકોએ ભૂખનમરાનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

ઉલ્આલેખનીય છે કે  વર્ષેના માર્ચ મહિનામાં, ચીનમાં કેસોમાં અચાનક વધારો થવા લાગ્યો, દેશમાં સંક્રમણે વેગ પકડ્યો જે 2020 ની શરૂઆતમાં વુહાનમાં પ્રારંભિક ફાટી નીકળ્યા કરતાં વધુ ઝડપી છે. અહીં ગુરુવારે, 3.55 મિલિયનથી વધુ રહેવાસીઓની સંયુક્ત વસ્તી ધરાવતા ચાંગચુન અને જિલિન સિટીના અધિકારીઓએ કહ્યું કે તેઓ ટૂંક સમયમાં લોકડાઉન હળવા કરશે પરંતુ સ્થિતિને કંઈ  રીતે પહોંચી વળશે તે અંગે કહ્યું નહતું, કારણ કે કોરોના અને ઉપરથી નિયંત્રણો હળવા કરવા એક મોટો પડકાર છે,હાલ ચીનની સરકાર લોકડાઉન અને કોરોના જેવા મોટા પડકાર સામે ઝઝુમી રહી છે.