Site icon Revoi.in

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર- એક જ દિવસમાં નોંધાયેલા કેસની સંખ્યા 3 હજારથી વધુ

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં ભારે ઉછાળો નોંધાઈ રહ્યો છે તેવી સ્થિતિમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે જેને લઈને લોકોને માસ્ક પહેરવાની પમ અપીલ કરવામાં આવી રહી છે,જો વિતેલા દિવસની વાત કરીએ તો 3 હજાર 181 કોરોનાના નવા દર્દીઓ નોઁધાયા છે.

આ સાથે જ મહારાષ્ટ્રમાં આ સમામ સમયગાળાદરમિયાન 1 હજાર 232 દર્દીઓએ કોરોનાને માત આપીને છે અને સ્વસ્થ થયા છે.રાજ્યમાં કોવિડના કારણે એક પણ મૃત્યુ નોંધાયું ન થી પરંતુ હાલ અહી 13 હજાર 329 સક્રિય કેસ જોવા મળી રહ્યા  છે. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

તેના એક દિવસ પહેલા એટલે કે 9 જૂનના રોજ રાજ્યમાં, 2 હજાર 813 નવા કોવિડ કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં સંક્રમણ જોર પકડી રહ્યું છે. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના જણાવ્યાપ્રમાણે, રાજ્યમાં કોવિડનો રિકવરી રેટ અત્યાર સુધીમાં 97.96 ટકા છે. હાલમાં રાજ્યમાં ટેસ્ટ પોઝીટીવીટી રેટ 9.73 ટકા જોવા મળી રહ્યો છે.આ રીતે દૈનિક કેસોની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે.આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, 15 ફેબ્રુઆરીના રોજ 2 હજાર 831 કેસ પછી વિતેલા દિવસને શુક્રવારે મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં સૌથી વધુ સંક્રમિતો નોંધાયા હતા. 

Exit mobile version