Site icon Revoi.in

કોરોના : ઉતરપ્રદેશમાં 24 કલાકમાં 9695 નવા કેસ નોંધાયા , 37 દર્દીઓના મોત  

Social Share

ઉતરપ્રદેશ : દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. દિનપ્રતિદિન કોરોનાના કેસમાં અને મૃત્યુઆંકમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ઉતરપ્રદેશમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.  યુપીમાં મહામારીની શરૂઆત થઇ ત્યારથી સૌથી મોટો આંકડો સામે આવ્યો છે. રાજ્યમાં  24 કલાકમાં 9695 નવા કેસ નોંધાયા છે. જયારે 37 લોકોનાં કોરોનાથી મોત નિપજ્યા છે.

24 કલાકમાં 583 લોકોને સ્વસ્થ થયા પછી રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 6,૦6,664 દર્દીઓ સ્વસ્થ થયા પછી તેમના ઘરે ગયા છે. રાજ્યમાં ટેસ્ટીંગ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. 24 કલાકમાં 1,97,479 સેમ્પલોની તપાસ કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,63,44,993 સેમ્પલોની તપાસ કરવામાં આવી છે. રાજ્યમાં હાલમાં કુલ 48,306 એક્ટિવ કેસ છે. તેમાંથી 22,904 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે.

તો બીજી તરફ,અધિક મુખ્ય સચિવ અમિત મોહન પ્રસાદે જણાવ્યું હતું કે, રાજ્યમાં 11 થી 14 એપ્રિલ સુધી ટીકા ઉત્સવ ઉજવવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, 11 એપ્રિલના રોજ ટીકા ઉત્સવ 6 હજાર કેન્દ્રોથી શરૂ કરવામાં આવશે અને 14 એપ્રિલ સુધીમાં તેને વધારીને 8 હજાર કેન્દ્રો કરવામાં આવશે. જેમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને તમામ સરકારી અને ખાનગી કચેરીઓમાં રસી આપવામાં આવશે. અત્યાર સુધીમાં 69,68,387 લોકોને કોરોનાનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 11,97,401 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

દેવાંશી