Site icon Revoi.in

મોનસુન સત્રની શરુઆત – ‘એક તરફ કોરોનાનો માર અને બીજી તરફ કર્તવ્ય, દરેક એ કર્તવ્યનું પાલન કર્યુ’- પીએમ મોદી

Social Share

હાલમાં દેશમાં ચાલી રહેલી કોરોના મહામારીની વચ્ચે સંસદનું ચોમાસું  સત્ર આજે સોમવારથી શરૂ થઈ ચૂક્યુ છે. આ સત્રની શરુઆત થતા પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયાને સંબોધન કર્યું હતું.ત્યારે તેમણે કહ્યું કે, “એક તરફ કોરોના પણ છે અને કર્તવ્ય પણ છે.જેમાં દરેક સાંસદોએ કર્તવ્યનો માર્ગ પસંદ કર્યો. ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદના મુદ્દે તેમણે તમામ સાંસદોને સંદેશ આપવા કહ્યું કે દેશ સીનમા પર ખડેપગે રહેલા સૈન્યની સાથે છે”.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, “સંસદ સત્ર ખાસ સમયે શરુ થયું છે, કોરોના પણ છે અને કર્તવ્ય પણ છે, સાસંદોએ કર્તવ્યનો માર્ગ પસંદ કર્યો, હું તેમને અભિનંદ પાઠવું છું અને દરેકનો આભાર વ્યક્ત કરું છે, આ વખતે લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી એક દિવસમાં જુદા-જુદા સમયે થશે, સંસદની કાર્યવાહી શનિવાર-રવિવારના રોજ પણ ચાલુ રહેશે અને આ વાતનો દરેક સાસંદોએ સ્વીકાર પણ કર્યો છે”.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, “જ્યા સુધી કોઈ દવા નહી, ત્યા સુધી કોઈ ઢીલ નહી કરવામાં આવે. અમે ઈચ્છીએ છીએ કે, વિશ્વના કોઈ પણ ખુણે ખુબ જ જલ્દી કોરોનાની વેક્સિન વિકસે, આપણા વૈજ્ઞાનિકો સફળ થાય અને આપણાને આ મહામારીમાંથી બહાર નીકાળવામાં પણ સફળ રહે, મને વિશ્વાસ છે કે, દરેક સભ્યો સાથે મળીને સંદેશ આપશે કે, સમગ્ર દેશ જવાનોની પડખે છે, જે ઓ સરહદ પર માતૃભુમિની રક્ષા કરી રહ્યા છે, જવાનો દેશની રક્ષા માટે દુર્ગમ પહાડી વિસ્તારોમાં ખડે પગે છે”

ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીન વચ્ચે મે મહિનાની શરુઆતથી જ પૂર્વ લદ્દાખમાં ગતિરોધની સ્થિતિ બનવા પામી છે, આ મુદ્દે સતત વિપક્ષ દ્વારા સરકારને નિશાન બનાવવામાં આવી રહી છે, ત્યારે આ સત્રમાં દેશના પ્રધાનમંત્રી દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે.આ સાથે જ કેટલાક ખાસ મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવશે.

સાહીન-