Site icon Revoi.in

કોરોનાનો કહેર – દેશમાં એક જ દિવસમાં 1.5 લાખ લોકો કોરોનાથી સંક્રમિત ,ઓમિક્રોનના કેસ 3 હજારને પાર

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના કેસમાં ભારે વધારો નોંધાઈ રહ્યો છે, સંક્રમણ દર વધવાની સાથે સાથે દૈનિક કેસોની સંખ્યા વધતી જઈ રહી છે આ સ્થિતિ વચ્ચે દેશમાં કોરોનાનો આંકડો હવે દોઢ લાખ આસપાસ પહોંચી ચૂક્યો છે.

આ બાબતે સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં દેશમાં 1.5 લાખથી વધુ કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે. રવિવારે 1 લાખ 59 હજાર 632 કેસ નોંધાયા હતા, જે શનિવાર કરતા 13 ટકા વધુ જોવા મળી રહ્યા છે. તે જ સમયે, સંક્રમણદર પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ છે.તો મહારાષ્ટ્ર 41,434, દિલ્હી 20,181  અને બંગાળ 18,802માં સૌથી વધુ દર્દી નોંધાયા છે. 10 રાજ્યોમાં જ 1.26 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે.

તો બીજી તરફ દેશમાં કોરોનાના વેરિએન્ટ ઓમિક્રોનનો કહેર પણ વર્તાઈ રહ્યો છે,કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ પણ દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં તેના 3623 વેરિઅન્ટ્સ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ છે. અહીં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા એક હજારને વટાવી ગઈ છે. તે જ સમયે, દિલ્હીમાં 513 લોકો સંક્રમિત છે.

અગાઉ શુક્રવારના રોજ 141986 અને ગુરુવારે 1 લાખ 17 હજાર 100 નવા કેસ નોંધાયા હતા. દેશમાં અત્યાર સુધીમાં 3.55 કરોડ લોકો મહામારીના પગલે સંક્રમિત થયા છે. જ્યારે સાજા થનારાઓનો આંકડો 3.44 કરોડ છે. દેશમાં હાલ કુલ એક્ટિવ કેસનો આંકડો 5 લાખ 83 હજાર 637 જોવા મળી રહ્યો  છે.

Exit mobile version