Site icon Revoi.in

બ્રાઝિલમાં કોરોના વકર્યો – કોરોનાના કેસ મામલે યૂએસ બાદ બ્રાઝીલ બીજા સ્થાને

Social Share

દિલ્હી – સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર ફરી એક વખત વર્તાઈ રહ્યો છે,ચીનથી ઉત્પન્ન થયેલા આ વાયરસએ સમગ્ર વિશ્વને ઝપેટમાં લીધુ હતું જેમાં અમેરિકા પ્રથમ સ્થાને હતું કે જ્યા કોરોના વાયરસના કરોડો કેસ સામે આવ્યા હતા ત્યારે હવે આ લીસ્ટમાં બ્રાઝીલ પણ બાકાત નથી,બ્રાઝિલમાં સતત કોરોનાના કેસો વધતા જોવા મળી રહ્યા છે.

બ્રાઝીલમાં કોરોનાએ ફરી કહેર દેખાડવાનું ચાલુ કર્યું છે ,કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની યાદીમાં બ્રાઝીલ અમેરિકા પછી બીજા સ્થાને પહોંચી ચૂક્યું છે.જે અત્યાર સુધી ભારત બીજા નંબરે હતું. હવે બ્રાઝિલમામં કોરોનાનું ગ્રહણ લાગ્યું છે,

આ સમગ્ર મામલે બ્રાઝીલનાં આરોગ્ય મંત્રાલય દ્રારા વિતેલા દિવસને શુક્રવારના રોજ જણાવવામાં આવ્યું હતું કે, દેશમાંવિતેલા છેલ્લા 24 કલાકમાં કોરોનાના 85 હજાર 663 નવા કેસ નોંધાઈ ચૂક્યા છે અઆ સાથે જ અસરગ્રસ્ત લોકોની સંખ્યા 1 કરોડ 13 લાખ 63 હજાર 389ને પાર પહોંચી ચૂકી છે.

કોરોના વાયરસને અટકાવવા હવે બ્રાઝીલ સરકારનું ધ્યાન કેન્દ્રિત થયુ છે. બ્રાઝિલમાં કોરોના મગહામારીને કારણે 2 લાખ 75 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે,આ મામાલામાં અમેરિકા પ્રથમ નંબરે આવે છે.જ્યાં અત્યાર સુધીમાં 2.93 કરોડ લોકો કોરોના વાયરસથી પ્રભાવિત થયા છે. ત્યારે ભારત ત્રીજા નંબરે આવે છે.

સાહિન-