Site icon Revoi.in

દેશમાં કોરોનાએ ફરી વધારી ચિંતા – 24 કલાકમાં નોંધાયેલા કેસની સંખ્યા 8 હજારને પાર, સક્રિય કેસો પણ 40 હજારથી વધુ

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસોની સંખ્યા દિવસેને દિવસે વધતી જોવા મળી રહી છે,કોરોનાના કેસ વધવાને લઈને તંમત્રની ચિંતા વધી રહી છે જો છેલ્લા કેટલાક દિવસની વાત કરીએ તો પહેલા 2 હજારથી વધુ કેસ આવતા હતા ત્યાર બાદ આ કેસ 3 હજાર, 4 હજાર આ રીતે દિવસેને દિવસે 8 હજારને પાર પહોંચી ગયા છે,છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા કેસો 8 હજારથી વધુ જોવા મળ્યા છે.

દેશમાં જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો કુલ 8 હજાર 329 નવા કેસો નોંધાયા છે.10 સંક્રમિતોનામોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 40 હજારને પાર થયો છે.આ જો તા કહી શકાય કે કોરોના સંક્રમણની ગતિ ઘીનમે ઘીમે વધતી જ જઈ રહી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ પ્રમાણે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 40 હજારને પાર થી છે હાલ દેશમાં સક્રીય કેસો 40 હજાર 370 જોવા મળી રહ્યા છે

જો રસીકરણની વાત કરવામાં આવે તો દેશમાં 16 જાન્યુઆરી વર્ષ 2021 થી શરુ કરવામાં આવ્યું હતું જેમાં  હાલ સુધી 194,92,71,111 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.જેમાંથી ગઈકાલે 15, 08,406 ડોઝ આપવામાં આવ્યા હતા. 

 

Exit mobile version