Site icon Revoi.in

સાઉદી અરબમાં કોરોનાની ફરી એન્ટ્રીઃ તકેદારીને પગલે ભારત સહીતના 16 દેશોની યાત્રા પર પ્રતિબંધ મૂક્યો

Social Share

દિલ્હીઃ- જ્યાં ભારતમાં કોરોનાના કેસો નિયંત્ણ હેઠળ છે ત્યા બીજી તરફ વિશ્વના ઘણા દેશઓ કોરોનાની ઝપેટમાં ફરીથી જોવા મળે છે આજ શ્રેણીમાં સાઉદી અરેબિયાએ તેના નાગરિકોને કોરોનાના પુનઃ પ્રસારને પગલે અને છેલ્લા કેટલાક અઠવાડિયામાં દાનિક કેસોની સંખ્યામાં ઝડપી વધારાને પગલે ભારત સહિત 16 દેશોમાં પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો છે.

ગલ્ફ ન્યૂઝના રિપોર્ટ મુજબ, આ 16 દેશોમાં સાઉદી અરેબિયાના નાગરિકો પર મુસાફરી કરવા પર પ્રતિબંધ છે તેમાં ભારત, લેબનોન, સીરિયા, તુર્કી, ઈરાન, અફઘાનિસ્તાન, યમન, સોમાલિયા, ઈથોપિયા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, લિબિયા, ઈન્ડોનેશિયા, વિયેતનામ, આર્મેનિયાનો સમાવેશ થાય છે. , બેલારુસ અને વેનેઝુએલાનો સમાવેશ થાય છે.

સાઉદી અરેબિયાએ જાહેરાત કરી હતી કે આ 16 દેશો ઉપરાંત, જે સાઉદી નાગરિકો બિન-અરબ દેશોમાં મુસાફરી કરવા ઈચ્છે છે તેમની પાસે પાસપોર્ટ છ મહિનાથી વધુ સમય માટે માન્ય હોવો આવશ્યક છે. સાઉદી ગેઝેટ પ્રમાણે અરબ દેશોમાં મુસાફરી કરવા માટે પાસપોર્ટની માન્યતા ઓછામાં ઓછી ત્રણ મહિનાની હોવી જોઈએ.સાથે જ એ પણ જાહેરાત કરી કે અન્ય ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ  દેશોમાં મુસાફરી કરતા નાગરિકો પાસે ઓછામાં ઓછા ત્રણ મહિના માટે માન્ય રાષ્ટ્રીય ઓળખ કાર્ડ હોવું આવશ્યક છે. મુસાફરી માટે અસલ ઓળખ કાર્ડ અને ફેમિલી રજિસ્ટ્રી ફરજિયાત છે.