Site icon Revoi.in

વિશ્વની મહસત્તા અમેરિકામાં કોરોનાનો કહેર યથાવત – છેલ્લા 24 કલાકમાં 2 લાખથી વધુ કેસ નોઁધાયા, 3 હજારથી વધુના થયા મોત

Social Share

વોશિંગટનઃ-સમગ્ર વિશ્વમાં કોરોનાએ કહેર મચાવ્યો છે, ત્યારે વિશ્વની મહસત્તા ગણાતા અમેરિકામાં તો જાણે કોરોના ઓછો થવાનું નામ જ લઈ રહ્યો નથી, દિવસને દિવસે કેસ ઘટનવાને બદલે વધતા જ જોવા મળી રહ્યા છે. અહી છેલ્લા 24 કલાકની જો વાત કરીએ તો 3 હજારને 500 કોરોનાના દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છએ તો સાથે તે જ સમયગાળા દરમિયાન 2.5 લાખ જેટલા નવા કોરોના સંક્રમિત દર્દીઓ જોવા મળ્યા છએ,દેશ માટે આ ચિંતાનો વિષય બનતો જોવા મળી રહ્યો છે.

જ્હૉન હોપકીન્સ યુનિવર્સિટીના સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એંજિનિયરીંગ દ્વારા આ આંકડા રજુ કરવામાં આવ્યા હતા.આ બાબતે અમિકાના પૂર્ન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રને જવાબદાર ગણાવવામાં આવી રહ્યા છે, તંત્રની નિષ્કાળજી કોરોના સંક્રમણ વધવા પાછળ જવાબદાર હોય એવા આરોપ લગાવવામાં આવ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે પોલિટિકલ સુત્રોનું કહેવું છે કે, જો ટ્રમ્પ વહીવટી તંત્રે કોરોનાના જોખમ સામે શરુઆતથી જ ગંભીર પગલા લીધા હોત તો જે અમેરિકાની સ્થિતિ આવી ન હોત.

ઉલ્લેખનીય છે કે, મંગળવારના રોજ અમેરિકાના હેલ્થ વર્કર્સને કોરોનાની વેક્સિન આપવાનું કાર્ય પણ હાથ ધરવામાં આવી ચૂક્યું છે, જો કે ત્યાર બાદના બીજા દિવસે બુધવારે કોરોનાના કારણે મરનારાઓની સંખ્યા 3 હજારથી પણ વધુ જોવા મળી હતી.ત્યારે હવે અમિરીકામાં કોરોનાની સ્થિતને લઈને આરોગ્ય તંત્રની ચિંતા વધી રહી છે.

સાહિન-