Site icon Revoi.in

કોરોનાની ગતિ વધી – 24 કલાકમાં નોંધાયા 2.71 લાખ કેસ નોંધાયા- સક્રિય કેસો પણ 15 લાખને પાર

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરની શરુઆત થઈ ચૂકી છે, દૈનિક કેસોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે અનેક રાજ્યોએ અનેક પ્રકારના પ્રતિબંધો પણ લાગૂ કર્યો છે, દિલ્હી અને મહારાષ્ટ્ર કોરોનાના વધતા કેસ મામલે મોખરે જોવા મળે છે જેને લઈને દિલ્હીમાંમ પણ વિકેન્ડ કરર્ફ્યૂ લાગૂ છે, ત્યારે હવે વિતેલા દિવસે નોંધાયેલા કેસના આંકડાઓ ચોંકાવનારા છે, આ સાથે જ સક્રિય કેસોના આકંડો પણ વધ્યો છે.

ગઈકાલની સરખામણીમાં આજે માત્ર ત્રણ હજાર વધુ નવા કેસ નોંધાયા છે. ગઈકાલે જ્યાં 2 લાખ 68 હજાર નવા કેસ નોંધાયા હતા. તે જ સમયે, આજે રોગચાળાના 2.71 લાખ કેસની પુષ્ટિ થઈ છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં હાલમાં 15 લાખ 50 હજાર 377 સક્રિય કેસ જોવા મળે છે. સક્રિય કેસની ટકાવારી 4.18 નોંધાઈ છે.

કેન્દ્ર સરકારના ડેટા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 2 લાખ 71 હજાર 202 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, 1 લાખ 38 હજાર 331 દર્દીઓએ આ મહામારીને માત આપી છે. રિકવરી રેટમાં સતત સુધારાનો ટ્રેન્ડ જોવા મળે છે. દેશમાં કોરોનાનો રિકવરી રેટ 94.51 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં 3,50,85,721 દર્દીઓ સ્વસ્થ થયા છે.

મહારાષ્ટ્ર,દિલ્હી અને કર્ણાયક કોરોનાના મામલે મોખરે

કોરોનાના કેસ માનલે આરોગ્ય મંત્રાલયના જણાવ્યાપ્રમાણે, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 42 હજાર 462 નવા  કેસ નોધાયા છે અને ત્યારબાદ કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 32 હજાર 793 નવા કેસ જોવા મળ્યા છે. આ પછી તમિલનાડુમાં 23 હજાર 989 દર્દીઓ સામે આવ્યા છે. તો બીજી તરફ બંગાળ 22 હજાર 645 કેસ સાથે ચોથા સ્થાને જોવા મળે છે.દેશની રાજઘાની દિલ્હીની જો વાત કરવામાં આવે તો અહીં 20 હજાર 718 દર્દીઓ સાથે પાંચમા સ્થાને છે.