Site icon Revoi.in

કોરોના ગ્રસ્ત ટ્રમ્પને ઉંદરમાંથી બનેલ એન્ટિબોડી આપવામાં આવી- સામાન્ય લોકો માટે આ દવા ઉપલબ્ધ નથી

Social Share

સમગ્ર વિશ્વ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યું છે, ત્યારે દેશની મહાસત્તા અમેરીકામાં કોરોનાનો સતત કહેર જોવા મળી રહ્યો છે ,જે કહેરે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ ઝપેટમાં લીધા છે, તેઓ હાલ સારવાર હેછળ છે.

અમેરીકાનારાષ્ટ્રપતિ પ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોનાગ્રસ્ત થયા છે. શ્વાસ લેવામાં તકલીફ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છેઆ. દરમિયાન એવી માહિતી સામે આવી રહી છે કે ટ્રમ્પને આ બિમારી સામે રક્ષણ આપવા એક ખાસ એન્ટીબોડી કોકટેલ આપવામાં  આવી રહી છે જે દવા સામાન્ય લોકો માટે ઉપલબ્ધ નથી.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, ટ્રંમ્પને ઉંદરોમાંથી બનાવવામાં આવેલી એન્ટિબોડી દવા આપવામાં આવી છે,જેનો સામાન્ય તરીકે હાલ ઉપયોગ થઈ રહ્યો નથી, અને આ દવા સામાન્ય લોકો માટે ઉપલબ્ધ પણ નથી.

ઉંદર દ્વારા તૈયાર કરેલ એન્ટિબોડીઝ અમેરિકન કંપની રેજેનેરોન દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેનો ઉપયોગ બ્રિટનમાં પરિક્ષણ તરીકે કરવામાં આલી રહ્યો છે. ઓક્સફર્ડના પ્રોફેસરે આ દવાને ખૂબ જ સારી અને અસરકારક હોવાનું જણાવ્યું છે. આ ડ્રગનું નામ REGN-COV2 છે.

 ટ્રમ્પને આપવામાં આવેલી દવા પરિક્ષણ હેઠળ છે

REGN-COV2 ની સાથે-સાથે ટ્રમ્પને ડ્રગ રીમડેસિવીર દવા પણ આપવામાં આવી રહી છે. આ સાથે, ઝિંક, વિટામિન ડી, એસ્પિરિન, ફેમોટિડાઇન અને મેલાટોનિન જેવી દવાઓ પણ આપવામાં આવી રહી છે. REGN-COV2 દવાનું પરિક્ષણ હજી ચાલુ છે, પરંતુ શરુઆતના તબક્કે આ દવાને કારણે ભાળ મળી છે કે, જે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા છે તેઓને  દવાના કારણે વાયરલ લોડ ઘટ્યો છે એટલે કે, શરીરમાં વાયરસનું પ્રમાણ ઘટી ગયું છે.

સાહીન-