- આ વર્ષની ઉતરાયણમાં પતંગો પર કોરોનાના મેસેજ
- પંતગ પર માસ્કની છાપ અને કોરોનાની છાપ આકર્ષણનું કેન્દ્ર બની
અમદાવાદઃ-દેશમાં ચાલી રહેલી કોરોના મહામારીમાં પણ જદેશવાસીઓ સાદગીભેર અનેક તહેવારોની ઉજવણીઓ કરી રહ્યા છએ ત્યારે હવે મકરસંક્રાતિને થોડા જ દિવસોની વાર છે ,માર્કેટમાં પતંગનું વેટાણ શરુ થી ચૂક્યું છે, દર વરિષે માર્કેટમાં જુદી જુદી થીમના દ્રશ્યો પતંગ પર જોવા મળતા હોય છે ત્યારે આવનારી ઉતરાયણમાં કોરોના વાળી પતંગનો જમાવડો જોવા મળ્યો છે.
મહામારી કોરોના એ પોતાની છાપ મકરસંક્રાંતિના પતંગ પર છોડી છે. આ વર્ષે બજારમાં કોરોનાને લગતા પતંગો જોવા મળ્યા હતા સોશિયલ ડિસ્ટનસિંગ,માસ્ક અને કોરોનાની છાપ વાળા પતંગો આ વર્ષે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે,પતંગના શોખીને તેની ખરીદી કરી રહ્યા છે. આ સાથે જ પતંગો પર ગો કોરોના ગો તેમજ ડોક્ટરના ચિત્રો, નર્સના ચિત્રો જેવા કોરોના વોરિયર્સના ચિત્રોવાળી પતંગોએ આકર્ષણ જમાવ્યું છે.
કોરોના ના કારણે કોઈપણ તહેવાર ની ઉજવણીમાં ભંગ તો પડ્યો જ નથી, દરેક તહેવારની ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઈઝર મહત્વનો ભાગ રહ્યા છે. હવે વર્ષ 2021 ના પહેલો તહેવાર મકરસંક્રાંતિમાં પણ કોરોના મહત્વનો ભાગ ભજવશે, લોકોને એક સારો મેસજ પુરો પાડતી પતંગો માર્કેટમાં જોવા મળી રહી છે, કોરોનાના આદેશોના પાલનના ચિત્રો પતંગોપર છાપ છોડી રહ્યા છે. ત્યારે દેશનો નવા વર્ષનો આ પ્રથમ તહેવાર પણ અનેક નિયમોના પાલન સાથે કરવામાં આવે તે તમામ લોકોમાટે હિતાવહ છે.
સાહિન-