Site icon Revoi.in

કોરોના સંક્રમણની ગતિ વધી – 24 કલાકમાં 37 હજારથી વધુ કેસ નોંધાયા,એક્ટિવ કેસ 1 લાખ 70 હજારને પાર

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે.વધતા જતા ઓમિક્રોનના કેસ વચ્ચે દૈનિક કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે, જો છેલ્લા 34 કલાકની વાત કરવામાં આવે તો કોરોનાના આકંડાએ 37 હજારનો આંકડો વટાવી દીધો છે.

વિતેલા દિવસને મંગળવારે આ આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 37, હજાર 379 નવા કેસ નોંધાયા છે અને 124 લોકોના મોત થયા છે. આ દરમિયાન 11હજાર 7 દર્દીઓ સ્વસ્થ પણ થયા છે.

જો કે મહત્વની વાત એ છે કે હવે એક્ટિવ કેસો એક લાખને પાર પહોંચી ચૂક્યા છે જે ચિંતાનો વિષય છે.હવે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 1 લાખ 71 હજાર 830 થઈ ગઈ છે . દેશમાં દૈનિક સંક્રમણનો દર વધીને 3.24 ટકા થઈ ગયો છે. જ્યા

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાપ્રમાણે , દેશમાં ઓમિક્રોન સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 1 હજાર 892 થઈ ગઈ છે. મહારાષ્ટ્ર 568 કેસ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે દિલ્હી 382 દર્દીઓ સાથે બીજા સ્થાને છે. ઓમિક્રોન પર 1,892 દર્દીઓમાંથી, 766 સ્વસ્થ થયા છે.તો આ સાથે જ આ રાજ્યોમાં દૈનિક નોંધાતા કોરોનાના કેસોમાં પણ વધારો થયો છે,કોરોના હવે અનેક લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે એજ રોજ રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી પણ કોરોનાથી સંક્રમિત મળી આવ્યા છે.ત્યારે હવે ખરેખર આ ચિંતાનો વિષય બન્યો છે