Site icon Revoi.in

વિશ્વની મહાસત્તા અમેરિકામાં કોરોના બેકાબુ – છેલ્લા કેટલાક દિવસોમાં નોંધાયા 1 લાખથી વધુ કેસો

Social Share

સમગ્ર વિષશ્વમાં કોરોનાએ ફરી એક વખત હાહાકાર મચાવ્યો છે ત્યારે વિશ્વની મહાસત્તા પણ તેમાં બાકાત નથી રહી છે, અમેરિકામાં કોરોનાનો ગ્રાફ ઊંચો જઈ રહેલો જોવા મળી રહ્યો છે. વધતા જતા કોરોનાના કેસો પર કાબુ મેળવવો માત્ર વહે વેક્સિન જ ક સરળ ઉપાય જોવા મળી રહ્યો છે.

અમેરિકામાં કુલ કેસોના સરખામણીમાં રોજે રોજ એક લાખ જેટલા નવા કેસ સામે આવ્ રહ્યા આ આકંડાઓ અમેરિકાનો જ રેકોર્ડ બ્રેક કરતા જોવા મળે છે,જોન હોપકિન્સ યુનિવર્સિટિના આંકડાઓનો ઉલ્લેખ કરીને એક અમેરિકી મીડિયામાં આ માહિતી રજુ કરવામાં આવી હતી.

જો અમેરિકામાં  હાલ સુધીના કુલ કોરોનાના કેસની વાત કરીએ તો 1 લાખ 14 હજાર 300 નવા કેસોનો ઉમેરો થયો છે જેમાં 800થી પણ વધુ લોકોએ કોરોનાના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધીસ કુલ 1 કરોડ 30 લાખ 47 હજાર જેટલા દર્દીઓ બે દિવસ પહેલા સાજા થયા છે તે એક સારા સમચાર આપણ ગણાવી શકીએ. અમેરિકામાં અત્યાર સુધી 2 લાખથી પણ વધુ લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા એ માર્ચ મહિનાની 11 તારીખના રોજ કોરોના વાઇરસને મહામારી તરીકે ઘોષિત કરીહતી. અમેરિકામાં કોરોનાના કુલ દર્દીઓ 1 કરોડ 32 લાખ 44 હજાર 400 થી વધુ હતા જે વાત જોન હોપકિન્સ યુનિ. અને મેડિસીનના અહેવાલમાં જણાવવાયું હતું, કોરોનાને સફળતા પૂર્વક માત આપનારો દેશ દક્ષિણ કોરિયામાં પણ ફરીથી કોરોનાએ માથું ઉંચક્યું હતું. પરિણામે સત્તાવાળાઓએ નવા વર્ષના તમામ કાર્યકર્મો બંધ કરવાના આદેશ જારી કર્યા છે.

ઉલ્લેખનીય છે કે વિશ્વમાં કોરોનાને સફળતાપૂર્વક નિયંત્રણ કરનાર દેશમાં દક્ષિણ કોરિયા પ્રથમ ક્રમે હતો. જો કે કેટલાક દિવસોથી ફરી અહીં કોરોનાના કેસોની સંખ્યાનો ગ્રોફ વધતો જોવા મળ્યો છે.

સાહિન-