Site icon Revoi.in

કોરોના અપડેટ – છેલ્લા 24 કલાકમાં 1,260 કેસ નોંધાયા,સક્રિય કેસો ઘટીને 14 હજારથી પણ ઓછા

Social Share

 

દિલ્હી- જ્યાં ચીનમાં એક તરફ કોરોનાના કેસો વધવા લાગ્યા છે ત્યા બીજી તરફ ભારતમાં દૈનિક નોંધાતા કેસોની સંખ્યા ખૂબ ઘટી રહી છે, ભારતમાં હવે કોરોનાના કેસો 1500થી પણ ઓછા નોંધાઈ રહ્યા છે, આ સાથે જ નવા દર્દીઓની સંખ્યામાં સાજા થમારા દર્દીોની સંખ્યા 3 થી 4 ગણ ીજોવા મળી રહી છે, આમ જોતા એ કહેવું રહ્યું કે કોરોનાની ત્રીજી લહેર નબળી પડી ચૂકી છે.

જો છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસોની વાત કરવામાં આવે છે 24 કલાક દરમિયાન 1 હજાર 260 નવા કેસ નોંધાયા છે, તો આ સમાનગાળા દરમિયાન 83 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે.તો સાથે 1 હજાર 404 લોકોએ કોરોનાને માત આપી છે અને સ્વસ્થ થયા છે.

 એક્ટિવ કેસો હવે દેશમાં 15 હજારથી ઓછા થઈ ચૂક્યા છે.જો એક્ટિવ કેસોની વાત કરીએ તો દેશમાં 13 હજાર 445 સક્રિય કેસ છે અને હવે છેલ્લા 24 કલાક દરમિયાન 1 હજાર 260 કેસ આવ્યા બાદ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4 કરોડ 30 લાખ 27 હજાર 35 થઈ ગઈ છે.

કોરોના અપડેટ બાબતે જો સરકારી આંકડાઓ ર નજર કરીએ, અત્યાર સુધીમાં 4 કરોડ 24 લાખ 92 હજાર 326 લોકો કોરોના સંક્રમણ મુક્ત થયા છે. ગઈકાલની સરખામણીમાં આજે કોરોનાના કેસોમાં થોડો ઘટાડો નોંધાયો છે.

Exit mobile version