Site icon Revoi.in

છેલ્લા 24 કલાકમાં નોંધાયા 15,102 કેસ- વિતેલા દિવસની તુલનામાં 12.6 ટકાનો વધારો, એક્ટિવ કેસ સતત ઘટ્યા

Social Share

દિલ્હી – દેશભરમાં કોરોનાનો કહેર છેલ્લા 2 વર્ષથી વર્તાઈ રહ્યો છે ત્યારે હવે કોરોનાની ત્રીજી લહેર ઘીમી પડી રહી છે, આ સાથે જ દૈનિક નોંદાતા કેસોની સંખ્યા સતત ઘટતી જઈ રહી છે.આ સાથે જ એક્ટિવ કેસો પમ હવે દિવસેને દિવસે ઓછા થતા જોવા મળી રહ્યા છએ બીજી તરફ કોરોનાનો સાપ્તાહિક અને દૈનિક દર પણ ઘટી રહ્યો છે તેની સામે રિકવરી રેટમાં સારો એવો સુધારો આવી રહ્યો છે.

જો દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરવામાં આવે તો 15 હજાર 102 કેસ સામે આવ્યા છે.આ કેસ વિતેલા દિવસની સરખામણી કરતા વધ્યા છે, કાલની તુલનામાં 12.6 ટકાની કેસનમાં વુદ્ધી જોવા મળી છે, મંગળવારે 13 હજાર જેટલા કેસ નોંધાયા હતા.

આ સાથે જ છેલ્લા 24 કલાકમાં દેશમાં 278 કોરોના દર્દીઓના મોત થયા છે. જો કે હવે સ્ક્રિય કેસો સતત ઘટતા જોવા મળી રહ્યા છે.સક્રિય કેસની સંખ્યા ઘટીને 1 લાખ 64 હજાર 522 થઈ ચૂકી  છે. સક્રિય કેસ કુલ ચેપના 0.38 ટકા જોવા મળે છે.

બીજી તરફ કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે,છેલ્લા 24 કલાકમાં 31 હજાર 377 લોકો કોરોનાને માત આપીને સ્વસ્થ થયા છે.આ સાથે જ કોરોનાનો રિકવરી રેટ 98.42 ટકા પર જોવા મળી રહ્યો છે.જો કોરોનાના દૈનિક સકારાત્મકતા દરની વાત કરીએ તો તે 1.28 ટકા નોંધાયો છે આ સાથે જ સાપ્તાહિક દર 1.80 ટકા પર છે

 

 

Exit mobile version