Site icon Revoi.in

કોરોના એપડેટઃ- છેલ્લા 24 કલાકમાં નોંધાયા 2,259 કેસ ,એક્ટિવ કેસો 15 હજારને પાર

Social Share

દિલ્હીઃ- દેશભરમાં જ્યાં કોરોનાની ત્ર્જી લહેરની સંભાવના નહિવત જોવા મળી રહી છે એવી સ્થિતિમાં છૂટાછવાયા કેસો આવવાનું ચાલુ છે, દેશની રાજધાની દિલ્હી સહીતના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસો નોંધાતા જોવા મળી રહ્યા છે જેને કારણે દૈનિક કેસોનો આંકડો 2 હજારને પાર પહોંચતો જોવા મળ્યો છે.

જો દેશભરમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો  ગઈકાલની સરખામણીમાં કોરોનાના નવા કેસોમાં 4.4 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં 2,259 કેસ નોંધાયા છે. 

જો દેશભરમાં એક્ટિવ કેસોની વાત કરીએ તો તે 15 હજારને પાર છે,હાલ દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 15 હજાર 4 થઈ ગઈ છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં, દેશભરમાં સંક્રમણને કારણે 20 લોકોના મોત થયા છે,આ સાથે જ વિતેલા દિવસન, ગુરુવારે દેશના વિવિધ રાજ્યોમાં 15,12,766 લોકોને રસી આપવામાં આવી હતી,