Site icon Revoi.in

કોરોના અપડેટઃ- છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,568 કેસ નોંધાયા, એક્ટિવ કેસો 3 હજારથી પણ ઓછા 

Social Share

 

દિલ્હીઃ- દેશભરમાં  કોરોનામાં રાહતના સ,માચાર આવી રહ્યા છે દૈનિક નોંધાતા કેસો હવે 3 હજારથી પણ ઓછા થઈ રહ્યા છે તો બીજી તરફ એક્ટિવ કેસો પણ ઘટતા જઈ રહ્યા છે,આ સાથે જ હવે કોરોનાની ત્રીજી લહેર નબળી પડેલી જોઈ શકાય છે.

જો દેશમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 24 કલાકમાં દેશભરમાં કોરોના વાયરસના કુલ 2 હજાર 568 નવા કેસ નોંધાયા છે. ગઈકાલે નોંધાયેલા કેસોની સરખામણીમાં આ કેસોમાં 2.5 ટકા વધારો થયો છે.

 આ સાથે દેશમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4 કરોડ 29 લાખ 96 હજાર 62 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડના કારણે કુલ 97 લોકોના મોત પણ થયા છે. દેશમાં કોવિડના કારણે અત્યાર સુધીમાં કુલ 5 લાખ 15 હજાર 974 લોકોના મોત થયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે હાલમાં દેશભરમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને 40 હજારથી ઓછી થઈ ગઈ છે. હાલમાં, દેશભરમાં 33 હજાર 917 સક્રિય કેસ જોવા મળી રહ્યા છે.

આ સાથે જ સક્રિય કેસ કુલ ચેપના 0.08 ટકા થઈ ગયા છે. હાલમાં દેશમાં રિકવરી રેટ વધીને 98.72 ટકા થઈ ગયો છે.દેશમાં દૈનિક સકારાત્મકતા દર હવે ઘટીને 0.37 ટકા પર આવી ગયો છે. સાપ્તાહિક હકારાત્મકતા દર પણ ઘટીને 0.46 ટકા પર આવી ગયો છે.