Site icon Revoi.in

કોરોના અપડેટઃ-દેશભરમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 2,858 કેસ

Social Share

સમગ્ર દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી ચૂકી છે આવી સ્થિતિમાં કોરોનાના છૂટાછવાયા કેસો આવી રહ્યા છે ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં વધદા કેસોને લઈને દેશમાં નોંધાતા દૈનિક કેસો ગ્રાફ ઊંચો ગયો છે,છેલ્લા કેટલાક સમયથી દેશળભમાં નોધાતા કોરોનાના કેસોની સંખ્યા 2500ને પાર જોલા મળી રહી છે.અટસે કે દરરોજ 3 હજાર આસપાસ નવા કેસો આવી રહ્યા છે.

જો દેશભરમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 2 હજાર 858 નવા કેસો નોંધાયા છે. જો ગઈકાલ શુક્રવારની વાત કરવામાં આવે તો જ્યાં દેશભરમાં 2,841 કેસ નોંધાયા હતા. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2,858 નવા કેસ નોંધાયા છે એટલે કે આજના કેસમાં વધારો નોંધાયો છે

24 કલાક દરમિયાન કોરોનામાં 11 લોકોના મોત પણ થયા છે. કોરોનાના સક્રિય કેસનો દર 0.04 ટકા પર જોવા મળી રહ્યો છે. પએટલે કે કુલ સક્રિય કેસ સંક્રણના કુલ કેસના 0.04 ટકા છે.

દેશમા સક્રિય કેસો પણ 18 હજારને પાર છે હાલ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 18 હજાર 96 જોવા મળી રહી છે.ત્યારે મોટાપાયે રસીકરણ પણ કરવામાં આવી રહ્યું છે અનેક લોકો રસીનો ત્રીજો પ્રિકોશન ડોઝ પણ મેળવી રહ્યા છે.