Site icon Revoi.in

કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં 3,993 કેસ નોંધાયા – એક્ટિવ કેસો 50 હજારથી પણ ઓછા

Social Share

દિલ્હી- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી ચૂકી છે ઘીરે-ઘીરે હવે દૈનિક નોંધાતા કેસોની સંખ્યા હવે 5 હજારથી પણ ઓછી થઈ રહી છે આ સાથે જ એક્ટિવ કેસ હવે ઘટીને 50 હજારની અંદર આવી ચૂક્યા છે.

જો દેશમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 24 કલાક દરમિયાન 3 હજાર 993 કેસ નોઁધાયા છે.આ સાથે જ કોરોનાના સક્રિય કેસ 50,000 થી ઓછા થઈ ગયા છે. તે જ સમયે, વિતેલા દિવસે કોરોનાના 4,362 નવા કેસ નોંધાયા હતા. જ્યારે કોરોનાથી 66 લોકોના મોત થયા છે

 કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે હવે સક્રિય કેસ ઘટીને 49 હજાર 948 થઈ ગયા છે.આ સાથે જ છેલ્લા 24 કલાકમાં  108 કોરોનાના દર્દીઓએ જીવ ગુમાવ્યા છે,સક્રિય કોરોના દર્દીઓનો દર  હવે 0.072 ટકા જોવા મળી રહ્યો છે, કોરોના મૃત્યુ દર 1.4 ટકા અને સાજા થવાનો દર 98.52 ટકા નોંધાયો છે. 

હવે દેશમાં નવા સંક્રમિતાની સરખામણીમાં સાજા થનારા દર્દીઓની સખ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે,24 કલાકમાં 8 હજાર 55 લોકો સ્વસ્થ થયા છે. આ રીતે આજ  મહિનામાં કોરોના મહામારીનું ત્રીજી વર્ષ શરૂ થઈ ગયું છે  તો સાથે જ કોરોનાની ત્રીજી લહેરેની ગતિ પણ નબળી પડી રહી છે.

 

 

 

 

 

Exit mobile version