Site icon Revoi.in

કોરોના અપડેટ –  24 કલાકમાં નોંધાયા કોરોના 7 હજાર થી વધુ કેસ, સક્રિય કેસોમાં સતત ઘટાડો

Social Share

 

દિલ્હી. સમગ્ર ભારતમાં કોરોના સંક્રમણના કેસમાં સતત વધઘટ થઈ રહેલી જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકની જો વાત કરવામાંમાં આવે તો 7 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે.

આ મામલે આરોગ્ય મંત્રાલય દ્વારા આજરોજ રવિવારે જારી કરવામાં આવેલા આંકડા ઓ મુજબ છેલ્લા 24 કલાકમાં ૭ હજાર 774 નવા કેસ નવા નોંધાયા છે. તે જ સમયે, 8 હજાર 464 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે કે જેમને કોરોના માત .પી છે

જ્યારે બીજી તરફ આ સમયગાળા દરમિયાન 306 લોકોના મોત થયા હતા. તે જ સમયે, સક્રિય કેસોની સંખ્યામાં પણ ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં સક્રિય સંક્રમિત દર્દીઓની સંખ્યા હવે 92 હજાર 281 પર પહોંચી ગઈ છે. અગાઉ શનિવારે 559 દિવસ પછી સૌથી ઓછા સક્રિય કેસ નોંધાયા હતા.

આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં ૮ ૪હજાર 464 લોકોના સ્વસ્થ થવા સાથે, સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 3,41,22,795 થઈ ગઈ છે. આ સિવાય ભારતમાં હવે ૯૨ હજાર 281 સક્રિય કોરોના દર્દીઓ બાકી છે. બીજી તરફ દેશમાં મૃતકોની કુલ સંખ્યાની વાત કરીએ તો તે વધીને 4,75,434 થઈ ગઈ છે.