Site icon Revoi.in

કોરોના રસીકરણ અભિયાનઃ ગુજરાતમાં 6.60 લાખ લોકોને અપાઈ રસી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. બીજી તરફ કોરોનાની રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. 24 દિવસમાં જ રાજ્યમાં 6.60 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. રાજ્યમાં પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એટલે કે આરોગ્ય કર્મચારીઓને કોરોનાની રસી આપવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારી ઉપર જીત મેળવવા તરફ દેશ આગળ વધી રહ્યો છે. દેશમાં તા. 16મી જાન્યુઆરીથી કોરોનાનની રસીકરણનું મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પણ રસીકરણ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. દરમિયાન અત્યાર સુધીમાં રાજ્યમાં 6,60,516 લોકોને વેક્સિન મુકવામાં આવી છે. વેક્સિનનો પ્રથમ તબક્કો સફળ રીતે પૂર્ણ થયા બાદ બીજો તબક્કો શરૂ થયો છે જેમાં પોલીસ કર્મચારી, મહેસૂલી અધિકારી સહિતનાને વેક્સિન મુકવામાં આવી રહી છે. રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં રાજ્યમાં ક્યાંય પણ વેક્સિનને કારણે ગંભીર આડઅસર થયાનું બહાર આવ્યું નથી જેથી વેક્સિન લેવા પ્રત્યે લોકોનો ઉત્સાહમાં વધારો થાય તેવી સંભાવના પણ તંત્ર સેવી રહ્યું છે. અમદાવાદમાં એક જ દિવસમાં 56332 ફ્રન્ટલાઈન વોરિયર્સને રસી મુકવામાં આવી હતી. આ ઉપરાંત રાજકોટ શહેરના અલગ અલગ સ્થળોએ કુલ 590 આરોગ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોના સામેની વેક્સિન આપવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોનાની બે રસી અત્યાર સુધીમાં બની છે. ત્રીજી રસીનું અંતિમ તબક્કામાં ટ્રાયલ ચાલી રહ્યું છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો દેશોને કોરોનાની રસી ભેટમાં આપવામાં આવી છે. જ્યારે દુનિયાના 29 જેટલા દેશોએ કોરોનાની રસી ભારત પાસે માંગી છે.