Site icon Revoi.in

યુએસમાં આયોજીત 66મા ગ્રેમી એવોર્ડ પર કોરોનાનું ગ્રહણ- 31 જાન્યુઆરીએ યોજાનારી ઈવેન્ટ રદ

Social Share

દિલ્હી– સમગ્ર વિશ્વભરમાં કોરોનાના દૈનિક કેસો વધી રહ્યા છે આ સાથે જ ઓમિક્રોન વેરિએન્ટનો પણ કહેર છે જેને લઈને આવનારા દિવસોમાં વિશ્વભરમાં યોજાનારી ઘણી મહત્વની ઈવેન્ટ રદ કરાી છે જેમાં હવે ગ્રેમી એવોર્ડનો પણ સમાવેશ થયો છે, જે 31 જાન્યુઆરીએ યોજાવાનો હતો.ઉલ્લેખનીય છે કે આ એવોર્ડ શો સંગીત ક્ષેત્રમાં સૌથી મહત્વનો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અમેરિકાના લોસ એન્જલસમાં 31 જાન્યુઆરીએ યોજાનારા 64મા ગ્રેમી એવોર્ડ્સ કોરોનાની સ્થિતિને લઈને મોકૂફ રાખવામાં આવ્યા છે.હવે આગળની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ટૂંક સમયમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

રેકોર્ડિંગ એકેડમીએ આ મામલે સંયુક્ત નિવેદન જારી કર્યું છે. જે પ્રમાણે ઓમિક્રોનના વધતા જતા કેસો જોવા મળ્યા છે તેને ધ્યાનમાં રાખીને 31 જાન્યુઆરીએ શો યોજવામાં ઘણું જોખમ દેખાઈ છે. શહેર અને રાજ્યના અધિકારીઓ, આરોગ્ય અને સુરક્ષા નિષ્ણાતો, કલાકાર સમુદાય અને અમારા ઘણા ભાગીદારો સાથેની ચર્ચાઓ બાદ, રેકોર્ડિંગ એકેડમી અને CBS એ 64મા ગ્રેમી એવોર્ડ શોને મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.

https://www.instagram.com/recordingacademy/?utm_source=ig_embed&ig_rid=e5a5137c-a865-4d2a-a217-cda5ae9dbb2a

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ કોરોનાના કારણે આ સમારોહનું આયોજન 14 માર્ચે કરવામાં આવ્યું હતું. ગ્રેમી એવોર્ડ્સ સૌથી મોટા વાર્ષિક સંગીત એવોર્ડ સમારોહમાંનો એક અવોર્ડ છે. दे

Exit mobile version