Site icon Revoi.in

કોરાના મહામારી: મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેનો RTPCR ટેસ્ટ નેગેટિવ

Social Share

મુંબઈ – એક બાજૂ મહારાષ્ટ્રના રાજકરણમાં ગરમાટો ફેલાયો છે. 40 જેટલા ઘારાસ્ભ્ય સાથે નેતા શિંદે બગાવત પર ઉતર્યા છે ત્યારે બીજી તરફ આજે સવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ કોરોના ગ્રસ્ત થયા હતા તો  હવે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સવારમાં એન્ટીજન ટેસ્ટમાં તેઓ કોરોના પોઝીટિવ હોવાનું સામે આવ્યું હતું પરંતુ તેમનો આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવાનું જાણવા મળે છે.

જ્યા કોરોનાના કેસ છેલ્લા 24 કલાકમાં 12 હજારથી પણ વધુ સામે આવ્યા છે જેમાં ખાસ મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે તેવી સ્થિતિમાં મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે કોરાના સંક્રમણ પણ ઝડપથી ફેલાવા લાગ્યું છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ કોરોના સંક્રમિત થયા છે.

આ મામલે કોંગ્રેસ નેતા કમલનાથે મુખ્યમંત્રીના સંક્રમણની માહિતી આપી છે.ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરે અંગે આ માહિતી કોંગ્રેસના નેતા કમલનાથે પોતે આપી હતી, જેમને મહારાષ્ટ્રમાં તાજેતરના રાજકીય સંકટને ધ્યાનમાં રાખીને પાર્ટી દ્વારા તેના નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે