Site icon Revoi.in

કોરોનાના નવા સ્વરૂપે ભારતમાં કર્યો પગપેસારો,બ્રિટનથી પરત ફરેલા 20 લોકોમાં જોવા મળ્યા લક્ષણ

Social Share

દિલ્લી: ભારતમાં કોરોના વાયરસના નવા સ્વરૂપના કિસ્સાઓમાં પણ હવે વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં યુકેના કોરોના સ્ટ્રેઇનથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 20 થઈ ગઈ છે. મંગળવાર સુધી આ સંખ્યા માત્ર 6 હતી. અત્યાર સુધીમાં કુલ 107 સેમ્પલના રીપોર્ટ આવ્યા છે, જેમાંથી 20 યુકેના સ્ટ્રેઇનથી સંક્રમિત જોવા મળ્યા છે. એનસીડીસી દિલ્હીની લેબમાં 20માંથી મહત્તમ 8 પોઝિટિવ કેસ મળી આવ્યા છે.

29 ડિસેમ્બરે દેશના અલગ-અલગ લેબની રીપોર્ટ મુજબ, એનસીડીસી દિલ્હીમાં 14 કેસોની તપાસ કરવામાં આવી હતી, તેમાંથી 8 કેસમાં કોરોનાના નવા સ્ટ્રેઇન મળી આવ્યા છે. તો, એનઆઈબીજી કલ્યાણીમાં 7 માંથી એક વ્યકિતમાં કોરોનાનું નવું સ્વરૂપ જોવા મળ્યું છે. એનઆઈવી પૂણેમાં 50 કેસોની તપાસ કરવામાં આવી હતી, જેમાં એક કેસની પુષ્ટિ મળી હતી. NIMHANS દ્વારા 15 કેસની તપાસમાંથી 7 માં નવા સ્ટ્રેઇન મળી આવ્યા છે.

સીસીએમબીમાં 15 કેસોની તપાસમાં બે નવા કોરોના સ્ટ્રેઇન મળી આવ્યા છે. આઈજીઆઈબીમાં છ કેસની તપાસ કરવામાં આવી હતી. અને એકમાં પુષ્ટિ મળી હતી. આમ કુલ 107 કેસોની તપાસમાં 20 લોકોમાં COVID-19 નું નવું સ્વરૂપ જોવા મળ્યું છે. દિલ્હીમાં સામે આવેલા કેસ પર દિલ્હી સરકારના એક અધિકારીએ જણાવ્યું છે કે, ‘તમામ લોકોને એલએનજેપી હોસ્પિટલના વિશેષ કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેઓ સ્થિર છે. તેમના નમૂનાઓ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.

-દેવાંશી