Site icon Revoi.in

કોરોનાનો સકારાત્મકતા દર વધતા દેશમાં કોરોનાનો સતાવતો ભય – છેલ્લા 24 કલાકમાં 1300 નવા કેસ નોંધાયા

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર ફરી એક વખત જોવા મળી રહ્યો છે, ઘીમી ગતિએ વધી રહેલા કેસ ફરી 1000ને પાર પહોંચ્યા છે છેલ્લા કેટલાક દિવસોથી નવા નોંધાતા કેસનો આંકડો 1 હજારને પાર જોવા મળી રહ્યો છે વિતેલા દિવસની સાંજે પીએમ મોદીએ કોરોનાની સમિક્ષા માટે ઉચ્ચસ્તરિય બેઠક પણ યોજી હતી.

દેશભરમાં કોરોનાના કહેર વચ્ચે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસનો આંકડો ફરીથી ડરાવી રહ્યો છે,જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો આ દરમિયાન કુલ 1 હજાર 300 નવા કેસ સામે આવ્યા છે.જે વર્ષ 2023માં એક દિવસમાં નોંધાયેલા  સૌથી વધુ કેસ કહી શકાય છે.

અનેક નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે દેશમાં કોરોનાના કેસ ફરી વધવાનું કારણે, XBB 1.16 વેરિઅન્ટને માનવામાં આવે છે. જો દેશમાં  દૈનિક સકારાત્મકતા દરની વાત કરવામાં આવે તો  હાલમાં 1.46 ટકા જોવા મળે છે.જો કે આજે નંધાયેલા કેસની સંખ્યા બુધવારની સરખામણીમાં વધુ જોઈ શકા છે બુધવારે દેશમાં કોરોનાના 1134 નવા કેસ નોંધાયા હતા.

આ સાથે જ સાપ્તાહિક સકારાત્મકતા દર  1.08 ટકા નોંધાયો છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા હવે 7 હજારને પાર પહોંચીને 7 હજાર 605 પર પહોંચી ગઈ છે. સક્રિય કેસનો દર હાલમાં 0.02 ટકા જોવા મળે છે જે એક સારી વાત કહી શકાય.. છેલ્લા 24 કલાકમાં, રસીના 7,530 ડોઝ આપવામાં આવ્યા હતા.

જો કોરોના સંક્રમણમાંથી સાજા થનારા દર્દીઓની વાત કરીએ તો તે આંકડો સારો જોવા મળે છે , છેલ્લા 24 કલાકમાં કોરોનાના 718 દર્દીઓ પણ સ્વસ્થ થયા છે, આ સાથે જ કોરોનામાંથી સાજા થયેલા લોકોની કુલ સંખ્યા 4,41,60,997 પર પહોંચી ગઈ છે.દેશમાં હાલ રિકવરી રેટ હાલમાં 98.79 ટકા નોંધાયો  છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરાનાના 89,078 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, આ સહિત અત્યાર સુધીમાં 92.06 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે.