Site icon Revoi.in

કોરોનાની ત્રીજી લહેરમાં રહાત – છેલ્લા 24 કલાકમાં 1.67 લાખ નવા કેસ સામે આવ્યા, સકારાત્મકતા દર ઘટ્યો

Social Share

 

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર શાંત થતી જોવા મળી રહી છે.કોરોનાની  ગતિ હવે ધીમી પડી રહી છે. દેશવ્યાપી રસીકરણની ઝડપી ગતિ વચ્ચે દેશમાં કોરોનાના નવા કેસમાં મોટી રાહત મળી છે. જો છેલ્લા 24 કલાકની વાત કરવામાંઆવેતો કોરોનાના 1 લાખ 67 હજાર 59 નવા કેસ નોંધાયા છે.

આ સાથે જ આ સમયગાળા દરમિયાન  સાજા થનારા લોકોની સંખ્યા 2 લાખ 54 હજારને પાર પહોંચી હતી. દેશમાં કોરોનાના સક્રિય કેસ ઘટીને 17 લાખ 43 હજાર 59 પર આવી ગયા છે.

દેશમાં કોરોના રિકવરી રેટ વધીને 94.60 ટકા થઈ ગયો છે. જ્યારે સકારાત્મકતા દર 11.69 ટકા  જોવા મળે છે. મંગળવારે દેશમાં કોરોનાથી મોટી રાહત મળી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1 લાખ 67 હજાર 59 નવા કેસ જ નોંધાયા છે. જ્યારે 2 લાખ 54 હજારથી વધુ લોકોએ રિકવરી કરી છે. દેશમાં સક્રિય કેસ હવે 4.2 ટકા છે. જ્યારે રિકવરી રેટ હાલમાં 94.60 ટકા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 166.68 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, દેશમાં કોરોનાનો દૈનિક સકારાત્મક દર 11.69 જોવા મળે  છે. જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર વધીને 15.25 ટકા  થઈ ગયો છે

Exit mobile version