Site icon Revoi.in

દિલ્હીમાં કોરોનાનો કહેર  – દર 4માંથી એક વ્યક્તિ કોરોના પોઝિટિવ,સંક્રમણ દર 25 ટકા

Social Share

 

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે, દૈનિક કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, દિલ્હીમાં કોરોનાનો સંક્રમણ દર વધીને હવે 25 ટકા પર પહોંચી ચૂક્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણએ કોરોનાના પરિક્ષણ કરાવતા દર 4 વ્યક્તિમાંથી 1 વ્યક્તિ કોરોના સંક્રમિત મળી રહ્યો છે.વિતેલા દિવસને સોમવારે 17 કોરોના સંક્રમિત દર્દીઓના મોત થયા હતા. તે જ સમયે, સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 66 હજારની નજીક પહોંચી ગઈ છે.

દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સોમવારે કોરોનાના 19 હજાર 166 નવા કેસ નોંધાયા છે. જ્યારે 14 હજાર 076 દર્દીઓને રજા આપવામાં આવી હતી. દિલ્હીમાં અત્યાર સુધીમાં 15 લાખ 68 હજાર 896 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા  છે. જેમાંથી 14 લાખ 77 હજાર 913 દર્દીઓ સાજા થયા છે. જો કે દિલ્હીમાં કોરોનાથી મૃત્યુદર ઘટીને 1.60 ટકા પર આવી ગયો છે.

Exit mobile version