Site icon Revoi.in

કોર્પોરેશન ચૂંટણીઃ સુરતમાં લગ્ન પહેલા કન્યાએ કર્યું મતદાન, વડોદરામાં અન્ય વરરાજાએ કર્યો મતાધિકારનો ઉપયોગ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોર્પોરેશનની ચૂંટણીમાં યુવા મતદારો સૌથી વધારે મતદાન કરવા આગળ આવ્યાં હતા. આજે લગ્નનું મૂહર્ત હોવા છતા વરરાજા-કન્યા અને તેમના પરિવારજનો પણ મતદાનની પોતાની ફરજ નીભાવી હતી. સુરતમાં એક દુલ્હને લગ્ન પૂર્વે મતદાન કર્યું હતું. આવી જ રીતે વડોદરામાં એક વરરાજાએ જાન અમદાવાદ નીકળે તે પૂર્વે મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં રહેતી નીધિ ગેલાણીના આજે લગ્ન નિર્ધારિત કરવામાં આવ્યાં હતા. જેથી પરિવારજનો દ્વારા લગ્નની તૈયારીઓ કરી હતી. જો કે, સપ્તપદીના સાત ફેરા ફરતા પહેલા જ નીધિ ગેલાણી પરિવાર સાથે પુણા ગામ વોર્ડ નંબર 16માં મતદાન કરવા પહોંચી હતી. મતદાન બાદ નીધિએ તમામને મતદાન કરવા માટે અપીલ કરી હતી. આવી જ રીતે વડોદરામાં રહેતા એક યુવાનના આજે લગ્ન હતા અને જાન અમદાવાદ આવવાની હતી. જો કે, જાન નીકળે તે પહેલા જ વરરાજા અને તેના પિતા વડોદરાની છત્રપતિ શિવાજી મહારાજ સ્કૂલમાં આવેલા મતદાન મથકમાં મતદાન કરવામાં પહોંચ્યાં હતા.

Exit mobile version