Site icon Revoi.in

યુરોપના દેશોમાં અજીબ ટ્રેન્ડ, કેટલાક દેશો લાવી રહ્યા છે ઈચ્છામૃત્યુ માટેનો કાયદો

Social Share

દરેક શાસ્ત્ર કહેવામાં આવ્યું છે કે જન્મ અને મૃત્યુ તે કોઈ વ્યક્તિના હાથમાં હોતું નથી, ઈશ્વર દ્વારા જે જીવન આપવામાં આવ્યું છે તેનો અનાદર કરવો જોઈએ નહી. આવામાં યુરોપના કેટલાક દેશો એવા છે કે જ્યાંની સરકાર ઈચ્છામૃત્યુને લીગલ કરી રહી છે. વાત એવી છે કે નેધરલેન્ડ અને બેલ્જીયમમાં ઈચ્છામૃત્યુને કાયદાકીય બનાવવામાં આવ્યું છે.

જાણકારી અનુસાર ઈન્સબ્રુકના બિશપ (Bishop of Innsbruck) હરમન ગેલેટલરે જણાવ્યું કે, આ પ્રસ્તાવ બંધારણીય અદાલતના નિર્ણય મુજબ ઈચ્છામૃત્યુ એક સંવેદનશીલ અને જવાબદાર માર્ગ છે. તેમણે ઉમેર્યું હતું કે દર્દીઓએ જે પ્રક્રિયામાંથી પસાર થવું પડશે તેમાં વધુ સલામતીનાં પગલાં ઉમેરવા જોઈએ. યુરોપમાં, નેધરલેન્ડ અને બેલ્જિયમમાં ઈચ્છામૃત્યુ કાયદેસર છે, પરંતુ પરંપરાગત રીતે કેથોલિક દેશો જેમ કે આયર્લેન્ડ અને પોલેન્ડ તેની વિરુદ્ધ છે.

મહત્વની વાત એ છે કે ઓસ્ટ્રિયા(Austria)માં ઈચ્છામૃત્યુ મેળવવાનો કાયદો બનાવાની તૈયારીઓ થઈ રહી છે. સરકારે ગંભીર રીતે બીમાર પુખ્તવયના લોકો માટે ઈચ્છામૃત્યુ કાયદો બનાવા એક ડ્રાફ્ટ કાયદો રજૂ કર્યો છે. સંઘીય ચાન્સલરે શનિવારે એક નિવેદનમાં કાયદા વિશે જાણકારી આપી. નવા કાયદા દ્વારા એ શરતોની જાણકારી આપવામાં આવી છે જે હેઠળ ભવિષ્યમાં આત્મહત્યા માટે મદદ અથવા એમ કહી શકાય કે, ‘ઈચ્છામૃત્યુ’ શક્ય બનશે.

ગત વર્ષ ઑસ્ટ્રિયાની સંવૈધાનિક અદાલતે ઈચ્છામૃત્યુ પર પ્રતિબંધ લગાવ્યો હતો, કારણ કે, અદાલતનું માનવું હતું કે, આ ગેરબંધારણીય હતું. એવું એટલા માટે કે, તે કોઈ પણ વ્યક્તિના આત્મનિર્ણયના અધિકારનો ઉલ્લંઘન કરે છે. સંઘીય ચાંસલરે એક નિવેદનમાં કહ્યું કે, ગંભીર રીતે બીમાર લોકોને ઈચ્છામૃત્યુ સુધી પહોંચ હોવી જોઈએ, નવો કાયદો લાંબા સમયથી અથવા માનસિક રૂપથી બીમાર પુખ્તવયના લોકોને ઈચ્છામૃત્યુની જોગવાઈની મંજૂરી આપે છે.

 

……..