Site icon Revoi.in

કોરોનાની આગામી લહેર વધારી શકે છે ભારતની મુશ્કેલીઓઃ ડો.સૌમ્યા સ્વામીનાથન

Social Share

દિલ્હીઃ કોવિડ-19ની મહામારીથી તમામ લોકો માહિતગાર છે દુનિયાના મોટાભાગના વૈજ્ઞાનિકો પણ કોરોના અંગે કંઈ કહેવા સક્ષમ નથી. આ દરમિયાન કોરોનાની બીજી લહેરનો સામનો કરતા ભારત અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમુખ વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથને ચેતવણી આપી છે કે, આવનારી કોરોનાની અન્ય લહેરો ભારતની મુશ્કેલીઓ વધારી શકે છે. આ જીવલેણ મહામારી સામેનો સંઘર્ષ ભારત માટે આગામી 6થી 18 મહિના મહત્વ પૂર્ણ કરી શકે છે.

જાણીતા અંગ્રેજી અખવાબ ધ હિન્દુને આપેલા ઈન્ટરવ્યુમાં ડો.સ્વામીનાથને જણાવ્યું હતું કે, મહામારી સામેની લડાઈ સૌથી વધારે વાયરસના વિકાસ ઉપર નિર્ભર છે. વેરિએન્ટસની સામે રસીની ક્ષમતા અને રસીથી બનનારી ઈમ્યુનિટી કેટલાક સમય સુધી બચાવી શકે તે મહત્વનું રહેશે.
તેમણે વધુમાં કહ્યું કે, અમે જાણીએ છીએ કે મહામારીનો આ ઘાતક તબક્કોના ચોક્કસ અંત થશે. દુનિયાની 30 ટકા પ્રજાએ કોરોનાની વેક્સિન લીધી છે. આગામી વર્ષે રસીકરણમાં તેજી આવશે. આપણે તમામ મહામારીના એક તબક્કામાંથી પસાર થઈ રહ્યાં છે. હજુ અનેક મુશ્કેલી આવે તેવી શકયતા છે. આપણે આગામી 6થી 12 મહિના સુધી આપણા પ્રદર્શન ઉપર ધ્યાન રાખવું પડશે. જે વધારે મુશ્કેલી ભર્યો સમય હોઈ શકે છે. જે બાદ જ નિયંત્રણ અથવા ઉન્મૂલનને લઈને લાંબાગાળાની યોજાના માટે આગળ વધી શકીએ છીએ. આપણે જાણીએ છીએ કે રસીથી બનવા વાળી ઈમ્યુનિટી અને પ્રાકૃતિક સંક્રમણથી બનવાવાળી ઈમ્યુનિટી ઓછામાં ઓછી આઠ મહિના રહે છે. જેમ જેમ સમય વધતો જાય છે તેમ અમે વધારેમાં વધારે ડેટા એકત્ર કરી રહ્યાં છીએ.

તેમણે વધુમાં કહ્યું કે, અમારી પાસે એવા કોઈ ડેટા નથી કે, કોવિશીલ્ડ અને કોવેક્સિન લેવા વાળા લોકો વા વેરિએન્ટથી સંક્રમણિત થવાની સંભાવન કેટલી છે. આને લઈને શોધની આવશ્યકતા છે. જેના ક્લીનીકલ પ્રોફાઈલથી દર્દી, એપિડેમાયોલોજી અને ટ્રાન્સમિશનના ડેટાની પણ જરૂર છે. આ ઉપરાંત કેટલાક એવા લોકોના ડેટાની પણ જરૂર પડશે જે સંક્રમણ દરમિયાન રસીના ડોઝ લઈ ચુક્યાં છે.
ભારતમાં રસી નવા સ્ટ્રેનની સામે ઘણી અસરકાર

તેમણે જણાવ્યું હતું કે, અમારી જાણકારી પ્રમાણે ભારતમાં ઉપલબ્ધ રસી કોરોના વાયરસન નવા સ્ટ્રેનની સામે ઘણી અસરદાર છે. જો કે, રસી 100 ટકા બચાવ નથી કરી શકતી. પરંતુ રસીના બંને ડોઝ લેનાર ઘાતક બીમારીથી બચવામાં સફળ રહ્યાં છે.

તેમણે કેટલીક ફાયદાકારણ સલાહ પણ આપી છે. તેમણે કહ્યું કે, હેલ્થ કેરમાં રોકાણ વધારે મહત્વુપૂર્ણ છે કેમ કે હવે સ્પષ્ટ થઈ ગયું છે આપણી જીંદગીમાં આરોગ્ય વિના કંઈ જ નથી. શારીરિક અને માનસિક રીતે મજબુત રહેવુ ખુબ જ જરૂરી છે.