Site icon Revoi.in

ભારતમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સિનનું રસીકરણ

Social Share

દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા બે રસીને મંજૂરી આપવામાં આવી છે. તેમજ છેલ્લા કેટલાક દિવસથી રસીકરણ ક્યાંથી શરૂ કરવામાં આવે છે તેની દેશની પ્રજા આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા. દરમિયાન આગામી તા. 16મી જાન્યુઆરીથી સમગ્ર દેશમાં કોરોનાના રસીકરણનો આરંભ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમજ પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારી અને ફ્રન્ટલાઈન વર્કસ સહિત 30 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવશે. જેમાં 50 વર્ષથી વધુની ઉંમરના લોકોનો પણ સમાવેશ થાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ વેક્સીનને લઈને દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. જેમાં કોરોનાની સ્થિતિ અને ટિકાકરણને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં તા. 16 જાન્યુઆરીથી કોરોના વાયરસ વેક્સીન લગાવવાની શરૂઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રસીકરણના પહેલા તબક્કામાં દેશભરમાં કુલ 30 કરોડ લોકોને કોરોના વેક્સીન લાગશે. સૌપ્રથમ વેક્સીનેશન 3 કરોડ જેટલા આરોગ્ય કર્મચારી અને ફ્રન્ટલાઇન વર્કર્સ સામેલ કરાશે, ત્યાર બાદ કોરોના સંક્રમણથી ગંભીર રીતે પ્રભાવિત અને 50 વર્ષથી વધુ ઉંમરના 27 કરોડ લોકોને રસી આપવામાં આવશે. દેશભરમાં બીજીવાર કોરોના રસીકરણની તૈયારીઓને પારખવા માટે ડ્રાય રન ચલાવવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાની રસીને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમજ સમગ્ર દેશમાં ડ્રાય રન પણ યોજવામાં આવી હતી.