Site icon Revoi.in

સીરમ સંસ્થાની 7-11 વર્ષની વય જૂથ માટે કોવિડ રસી કોવોવેક્સને DCGI દ્વારા મંજૂરી

Social Share

દિલ્હી– દેશભરમાં જ્યારથી કોરોના મહામારી વર્તાઈ રહી છે ત્યારથી અનેક લોકોને રસી આપવામાં આવી છે જેને લઈને કોરોના સામે રક્ષણ મેળવી શકાય ,આ સાથે જ પહેલા પુખ્ત વયના લોકો માટે વેક્સિન બનાવામાં આવી ત્યાર બાદ જૂદી જૂદી વય જૂથ માટે વેક્સિન વિકસાવામાં આવી હતી ત્યારે હવે 7 થી 11 વર્ષના બાળકો માટેની વેક્સિનને પણ મંજૂરી આપવામાં આવી ચૂકી છે જેથી આ વયજુથના લોકો ટૂંક સમયમાં વેક્સિન મેળવી શકશે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ  વિતેલા દિવસને મંગળવારે સીરમ ઇન્સ્ટિટ્યૂટની એન્ટિ કોરોના વેક્સિન કોવોવેક્સને કેટલીક શરતો સાથે સાતથી 11 વર્ષની વયના બાળકોમાં મર્યાદિત કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે DCGI ની મંજૂરી ગયા અઠવાડિયે કોવિડ પર વિષય નિષ્ણાત સમિતિ એ સાતથી 11 વર્ષની વય જૂથ માટે કોવોવેક્સ રસીના કટોકટીના ઉપયોગની મંજૂરી આપવાની ભલામણ કર્યા પછી આવી છે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના સરકારી અને નિયમનકારી બાબતોના ડિરેક્ટર પ્રકાશ કુમાર સિંઘે 16 માર્ચે આ સંદર્ભે DCGIને વિનંતી પત્ર સુપરત કર્યો હતો. અને સાત વર્ષની વયના બાળકો માટે કોવોવેક્સ રસીની કટોકટી ઍક્સેસની મંજૂરી આપવાની ભલામણ કરી હતી. 11 વર્ષ સુધીના બાળકોને વેક્સિન આપવાની મંજૂરીની માગ કરી હતી.

નિષ્ણાત સમિતિએ, એપ્રિલમાં તેની છેલ્લી બેઠકમાં, SII દ્વારા સાતથી 11 વર્ષની વયજૂથ માટે કોવોવેક્સના કટોકટીના ઉપયોગની માંગ કરતી અરજીને પગલે વધુ ડેટા પ્રદાન કરવા જણાવ્યું હતું ત્યારે હવે કેટલાક સમય બાદ અમુક શરતો સાથે વેક્સિનને 7 થી 11 વર્ષના બાળકો માટે મંજૂરી આપવામાં આવી છે