Site icon Revoi.in

સુરતના હજીરાથી દીવ વચ્ચે આજથી ક્રૂઝ સેવાનો આરંભ – એક સાથે 300 યાત્રીઓ કરશે મુસાફરી

Social Share

અમદાવાદ – ગુજરાત રાજ્યનો વિકાસ દેખાઈ રહ્યો છે, ગુજરાતમાં અનેક સુવિધાઓ જોવા મળી રહી છે, એ પછી સી પ્લેનની સેવા હોય, કે પછી વિશ્વની સૌથી ઊઁચી પ્રતિમાં હોય કે પછી વિશઅવનું સૌથી મોટૂ સ્ટેડિયમ હોય ગુજરાતને કેન્દ્ર દ્રારા અનેક ભેટ મળવા પામી છએ, ત્યારે હવે સુરતના હજીરાથી લઈને પ્રવાસીઓનું પ્રિય ગણાતા સ્થળ દિવ વચ્ચે આજથી ક્રુઝ સેવાનો આરંભ થવા જઈ રહ્યો છે.

આ ‘ક્રુઝ’ સેવાનો આરંભ કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ અને વોટરવેઝ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે આજે સાંજે ૪:૩૦ કલાકે હજીરા ખાતેથી વર્ચ્યુઅલ રીતે રાખવામાં આવ્યો છે.
યાત્રીઓ આ સેવાનો લાભ સોમવારે અને બુધવારે લઈ શકશે, આ બન્ને દિવસ સાંજે આ ક્રુઝ હજીરાથી ઉપડીને દિવસે સવારે દીવ પહોંચશે,તથા તે જ દિવસે સાંજે આ ક્રૂઝ દીવ થી ઉપડીને બીજા દિવસે સવારે હજીરા આવી પહોંચશે,એક ફેરામાં ક્રૂઝ 13 થી 14 કલાકનો સમય લે છે.

એક સાથે 300 લોકો મુસાફરી કરી શકે છે, આ ક્રૂઝ અનેક સુવિધાઓથી સજ્જ છે,૧૬ જેટલી કેબીન ઘરાવતુપં આ ક્રુઝ સપ્તાહમાં દીવની બે રાઉન્ડ ટ્રીપ કરશે, તથા શુક્રવાર, શનિવાર અને રવિવારનાં દિવસે સુરત હાઇ-સીમાં મુસાફરી કરાવશે.

સાહિન-

Exit mobile version