Site icon Revoi.in

મણિપુરમાં હિંસામાં રાહત જો કે હાલ પણ કર્ફ્યૂ યથાવત, સુરક્ષા દળોની 100થી વધુ ટીમ તૈનાત

Social Share

દિલ્હીઃ- છેલ્લા કેટલાક દિવસથી મણિપુરમાં આદિવાસી આંદોલન બાદ ભારે હિંસાએ વિકરાળ સ્વરુપ ઘારણ કર્યું છે,આ  ફાટી નીકળેલી હિંસામાં હવે રાહત મળી છે. રાજ્યમાં હિંસા બંધ થઈ ગઈ છે, પરંતુ હજુ પણ 8 જિલ્લામાં કર્ફ્યુ યથાવત રાખવામાં આવ્યું છે.

હિંસા થવાની સંભાવનાને રોકવા માટે રાજ્યમાં સેના અને કેન્દ્રીય સુરક્ષા દળોની 100 થી વધુ કંપનીઓ તૈનાત છે. 13 હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્થિતિની સમીક્ષા કરી છે.આ સહીત અહી સેનાના જવાનો મોટા પ્રમાણમાં તૈનાત કરાયા છે.

આ સહીત રાજ્યમાં આરએએફ, સીઆરપીએફ અને બીએસએફ અને સેના સહિત અર્ધલશ્કરી દળોની 100 થી વધુ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. ભારતીય વાયુસેનાએ C17 ગ્લોબમાસ્ટર અને AN 32 એરક્રાફ્ટનો ઉપયોગ આસામથી હિંસાગ્રસ્ત મણિપુર સુધીના એરફિલ્ડ્સ માટે કર્યો છે.ભારતીય સેનાએ શુક્રવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે હિંસાગ્રસ્ત વિસ્તારોમાંથી લગભગ 13,000 નાગરિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. આ તમામ હાલમાં આશ્રયસ્થાનો અને લશ્કરી ચોકીઓમાં રહે છે.

હાલ ચુરાચંદપુર, કાંગપોકપી, મોરેહ અને કાકચિંગમાં સ્થિતિ હવે નિયંત્રણમાં છે અને ગુરુવાર રાતથી કોઈ મોટી હિંસા થઈ નથી. આગચંપી અને રસ્તા રોકો કરવાના છૂટાછવાયા બનાવો સિવાય, લોકો ઇમ્ફાલમાં ઘરની અંદર જ રહ્યા.જેથી હિંસા તો અટકી છે છંત્તા ફરી હિંસા ન બને તે માટે જવાનોની તૈનાત કરવામાં આવી છે.

3 મેના રોજ, ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ મણિપુરએ રાજ્યમાં મેઇતેઇ સમુદાયને આદિવાસી દરજ્જો આપવાના વિરોધમાં એક રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી હિંસક બની જતાં રાજ્યમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. કાંગપોકપી જિલ્લાના સૈકુલમાં ગોળી વાગવાથી બેના મોત થયા હતા અને લગભગ 11 લોકો ઘાયલ થયા હતા.ઘણા લોકો સ્થળાતંર પણ કરી ગયા છે.