Site icon Revoi.in

સુરત એરપોર્ટ ઉપરથી કરોડોના હિરા અને ડોલર સાથે એક શખ્સની કસ્ટમ વિભાગે કરી અટકાયત

Social Share

અમદાવાદઃ સુરત એરપોર્ટ ઉપર કસ્ટમ વિભાગે એક શખ્સેને કરોડોના હિસા અને સોના સાથે ઝડલી લીધો હતો. આરોપી પાસેથી તપાસ દરમિયાન રૂ. 6.45 કરોડના હીરા અને  ડોલર મળી આવતા કસ્ટમના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આરોપી પાસે તપાસમાં વિદેશી ચલણ પણ મળી આવ્યું હતું. જેથી આ અંગે કસ્ટમ વિભાગે ઉંડાણ પૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.

એડિશનલ કમિશ્નર ઓફ કસ્ટમ મનીષકુમારે જણાવ્યું કહ્યું કે”એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ મારફતે શારજાહ જવાની તૈયારી કરતા એરપોર્ટ ઉપરથી સુરતના શખ્સને ઝડપી લીધો હતો. આ પ્રવાસીની હિલચાલ શંકાસ્પદ ચાલતા કસ્ટમ વિભાગે તેમને અટકાવીને તપાસ કરી હતી. આ ઉપરાંત સોનું પણ મળી આવ્યું હતું. એટલું જ નહીં 5000 જેટલા ડોલર મળી આવ્યાં હતા. આરોપી હિરા, સોનુ અને ડોલર અંગે સંતોષકારક જવાબ નહીં આપતા તેની અટકાયત કરીને પૂછપરછ આરંભી હતી. કસ્ટમની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદ સહિતના એરપોર્ટ ઉપર દાણચોરીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. દાણચોરીના બનાવોને અટકાવવા માટે કસ્ટમ વિભાગે કમર કસી છે અને વિદેશથી આવતા શંકાસ્પદ મુસાફરોની તપાસ કરવામાં આવે છે.

(Photo-File)