Site icon Revoi.in

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે મમતા બેનર્જીની હાજરીમાં સીવી આનંદ બોસે શપથ ગ્રહણ કર્યા 

Social Share

કોલકાતાઃ- પશ્વિમ બંગાળને નવા રાજ્યપાલ મળી તૂક્યા છે વિતેલા દિવસને મંગળવારના રોજ સીવી આનંદ બોસ વને પશ્ચિમ બંગાળના તારીખ 17 નવેમ્બરના રોજ, નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા ત્યારે એજરોજ બુધવારે રાજભવનમાં  તેમણે રાજ્યપાલ તરીકેના શપથ લીધા હતા આ પ્રસંગે નુિખ્યમંત્રી મમતા બેનર્જી પણ ઉપસ્થિતિ રહ્યા હતા.આ સાથે જ શપથ ગ્રહણ મસારોહમાં વિધાનસભા અધ્યક્ષ બિમન બંદોપાધ્યાય અને વિપક્ષના નેતા શુભેંદુ અધિકારી અને અન્ય ઘણા મહાનુભાવો હાજરી આપી હતી.

સીવી આનંદ બોસ પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ બન્યા છે ત્યારે તે ના વિશે વાત કરીએ તો તેઓ 1977-બેચના ભારતીય વહીવટી સેવા કેરળ કેડરના નિવૃત્ત અધિકારી છે, રાજ્યપાલ તરીકે તેઓ એલ ગણેશનનું સ્થાન લેશે.બોસ 2011માં નિવૃત્ત થતાં પહેલાં તેમણે કોલકાતામાં નેશનલ મ્યુઝિયમના એડમિનિસ્ટ્રેટર તરીકે સેવા આપી હતી.

ઉલ્લેખનીય છે કે ગવર્નર સીવી આનંદ બોઝ વિતેલા દિવસને મંગળવારે સવારે કોલકાતા પહોંચ્યા હતા. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બંગાળના નવા રાજ્યપાલ સીવી આનંદ બોઝને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. રાજભવન પહોંચ્યા બાદ ત્યાં પણ તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.