Site icon Revoi.in

રોજ આ વસ્તુના સેવનથી તમારા વાળમાં આવશે નિખાર અને સ્કિનમાં આવશે ચમક

Social Share

ફળ ફૂલ અને શાકભાજીથી થતા ફાયદા વિશે તો આપણે રોજ જાણીએ છે,તેના વિશે કદાચ કોઈ અજાણ હશે પણ આપણા રસોડામાં એવી વસ્તુ પણ છે જો તેનું રેગ્યુલર સેવન કરવામાં આવે તો તે તમારા વાળની સુંદરતા અને સ્કિનને ચમકાવવામાં મદદરૂપ બને છે.

વાત કરીએ છે આપણે દહીંની,કે જેનું રોજ યોગ્ય માત્રામાં સેવન કરવામાં આવે તો તે તમારા વાળની સુંદરતા તથા સ્કિનને વધારે ચમકાવવામાં પણ મદદ કરે છે. દહીં એક એવા પ્રકારની વસ્તું છે કે જેમાં કેલ્શિયમ,ઝિંક અને લેક્ટિક એસિડ રહેલું છે અને તે ખાવા સિવાય સુંદરતા વધારવામાં પણ ઉપયોગી છે.

દહીંને લીંબુના રસ સાથે મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી સન ટેનિંગ દુર કરે છે,સાથે સાથે રિંકલ્સ પણ દુર કરે છે. દહીંમાં ગુલાબજળ મિક્સ કરીને લગાવવાથી તે ખિલ દુર કરે છે અને દહીંમાં મધ મિક્સ કરીને લગાવવાથી તે ચહેરા પરના કાળા ડાઘ દુર કરે છે.દહીં દાત માટે પણ ઉપયોગી છે,જો તેની દાત પર માલિશ કરવામાં આવે તો તે દાંતની પણ પીળાશને દૂર કરે છે.

સૌથી મહત્વની વાત એ છે કે હંમેશા આ બધી વસ્તુ કરવા માટે ફ્રેશ દહીંનો ઉપયોગ કરવો જરૂરી છે. લાંબા સમય પહેલા બનેલા દહીંમાં બેક્ટેરિયા વધારે હોય છે અને જો તેનો ઉપયોગ કરવામાં આવે તો તે સ્કિન ઈન્ફેક્શન પણ કરી શકે છે.

દેવાંશી