Site icon Revoi.in

તારીખ પે તારીખઃ સલમાન ખાનને હરણ શિકારના કેસમાં મળી વધુ એક મુદ્દત

Social Share

બોલિવૂડ એકટર સલમાન ખાન છેલ્લા 20 વર્ષથી કાળા હરણ શિકારના કેસમાં સપડાયેલો છે ત્યારે આજે જોધપુર કોર્ટમાં ફરીએક વાર સલમાન ખાનને તારીખ આપવામાં આવી છે જો કે આજે સલમાન કોર્ટમાં હાજર રહ્યો ન હતો. છેલ્લા 20 વર્ષથી સલમાન ખાનનો આ કેસ જોધપુર કોર્ટમાં ચાલી રહ્યો છે સલમાનને એક પછી એક તારીખ આપવામાં આવે છે. 1983માં ‘’હમ સાથ સાથ હે’’ ફિલ્મના શૂટીંગ દરમિયાન અભિનેતા સલમાન ખાન અને તેમના સાથી કલાકાર સેફ અલી ખાન,તબ્બુ ,નિલમ, સોનાલી બેન્દ્રે અને દુષ્યંત સિંહ પર કાકાંળી ગામમાં કાળા હરણનો શિકાર કરવાનો ગુનો નોધાંયો હતો જેને લઈને 20 વર્ષથી કોર્ટમાં આ કેસ ચાલી  રહ્યો છે. આ કેસને લઈ ને સલ્લુ ભાઈએ વારંવાર જોધપુર કોર્ટના ધક્કઓ ખાવા પડતા હોઈ છે અને કોર્ટમાં હાજરી આપવી પડતી હોય છે.એટલે  જોતા એમ પહી શકાય કે સલ્લુ ભાઈના માથે લટકતી તલવાર હજું હટી નથી.

આ શિકાર કેસમાં 5 એપ્રિલ 2018ના દિવસે જોધપુર સેંશન કોર્ટમાં મુખ્ય જજ દેવકુમાર ખત્રીએ આ 20 વર્ષ જુના કેસમાં સલમાનને ગુનેગાર ગણાવીને પાંચ વર્ષની સજા ફટકારી હતી અને સાથે સાથે 10 હજાર રુપિયાનો દંડ પણ વસુલ કર્યો હતો. જ્યારે તેના સાથી કલાકારોને આ કેસમાંથી મુક્તિ મળી ગઈ હતી. સલમાન ખાને કોર્ટના નિર્ણય વિરુધ્ધ જઈને  જીલ્લા કોર્ટમાં પોતાનો કેસ રજુ કરવાની અપીલ કરી હતી જેમા સલમાન ખાનને જમાનત મળી ગઈ હતી પરંતુ હજુ પણ સલમાનના કેસની તારીખ પર તારીખ પડ્યા જ કરે છે સલમાન ખાનના કેસની હજું પણ કાર્યવાહી ચાલુ જ છે હજુ તેનો કોઈ જ ફેસલો આવ્યો નથી આજ ની આ તારીખમાં સલમાને હાજરી આપી ન હતી તો ફરી સલમાને 27 સપ્ટેમ્બર 2019ના રોજ કોર્ટમાં હાજર થવું પડશે. આ જોતા તો એવું લાગે છે કે કાળા હરણ શિકાર કેસમાં સલમાન ખાન પર કાળો ટીકો બેસી ગયો છે.