Site icon Revoi.in

30 ડિસેમ્બર: ભારતીય અંતરિક્ષ વિજ્ઞાનના પિતા ડો. વિક્રમ સારાભાઇની પુણ્યતિથિ

Social Share

મુંબઈ: આજે ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન ઈસરોના સ્થાપક ડો. વિક્રમ સારાભાઇની પુણ્યતિથિ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.હર્ષવર્ધને તેમની પુણ્યતિથિ નિમિતે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી છે.

કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન અને પ્રોદ્યોગિક મંત્રી ડો.હર્ષવર્ધને ટવિટ કર્યું હતું કે, ભારતીય અંતરિક્ષ વિજ્ઞાનના પિતા ડો. વિક્રમ સારાભાઇની પુણ્યતિથિ પર સાદર નમન. તે એક સારા લીડર પણ હતા. તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામથી લઈને ઇસરોના પૂર્વ અધ્યક્ષ કૃષ્ણસ્વામી કસ્તુરી રંગન જેવા વૈજ્ઞાનિકોની એવી પેઢી તૈયાર કરી છે, જે ભારતીય અંતરિક્ષ વિજ્ઞાન જગતનો આધાર બને. ”

નોંધપાત્ર વાત એ છે કે, ડો. વિક્રમ સારાભાઇએ તેમના જીવનકાળ દરમિયાન ઇસરો સહિતની અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓની સ્થાપના કરી હતી. તેનો જન્મ 12 ઓગસ્ટ 1919 ના રોજ ગુજરાતના અમદાવાદમાં થયો હતો. અને 30 ડિસેમ્બર 1971ના રોજ નિધન થયું હતું.