Site icon Revoi.in

ત્રણેય કૃષિ કાયદા પરત ખેંચવાનો નિર્ણય ખેડુતોના આંદોલનનો વિજય છેઃ હાર્દિક પટેલ

Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત મામલે પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જણાવ્યું  હતું. કે, સરકારના નિર્ણયનું અમે સ્વાગત કરીએ છીએ, અને સરકારે હવે જયારે માફી માંગી છે ત્યારે આખરે ખેડૂતો અને ખેડૂતોના આંદોલનની જીત થઇ છે. સાથે જ મૃતક ખેડૂતોને શ્રદ્ધાંજલિ પણ પાઠવીએ છીએ. જો ખેડૂતોના હિતમાં નિર્ણય લેવો હોય તો સ્વામીનાથન કમિટીનો રિપોર્ટ લાગુ કરવો જોઇએ. જો આમ નહીં થાય તો ખેડૂતો આંદોલન કરતા રહેશે. અને, સરકારના મનસ્વી નિર્ણયનો સતત વિરોધ થતો રહેશે.

વડાપ્રધાને કૃષિ કાયદા પરત ખેંચવાની  જાહેરાત કર્યા બાદ  ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે સોશિયલ મીડિયામાં પણ એક પોસ્ટ મુકી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું  કે આજે ખેડૂતો અને તેમના આંદોલનનો વિજય થયો છે. ભાજપની તાનાશાહી અને આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને આ વિજય શ્રદ્ધાંજલિ રૂપે અર્પિત છે. ભાજપના નેતાઓ અત્યારસુધીમાં કૃષિ કાયદાઓના ફાયદાઓ જણાવતા હતા, હવે તેઓ આ કાયદાઓ પરત લેવાના ફાયદાઓ ગણાવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કર્યું હતું. વડાપ્રધાને સંબોધનની શરૂઆતમાં દેશવાસીઓને દેવદિવાળી અને ગુરુનાનકજયંતીની શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું કે મેં ખેડૂતોના પડકારોને જીણવટતાપૂર્વક જોયા છે. નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમે ખેડૂતોનાં હિતોને પ્રાથમિકતા આપી છે. મોદીએ ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી છે. આ સાથે વડાપ્રધાને  તમામ દેશવાસીઓની માફી પણ માગી હતી.