Site icon Revoi.in

#MeToo પર સવાલ પૂછતા ભડકી દીપિકા પાદુકોણ –કહ્યું ‘સ્પોર્ટ્સ પર્સનાલિટીને શા માટે નથી પૂછતા’

Social Share

વર્ષ 2018મા ભારતમાં #MeToo અભિયાન ચલાવવામાં આવ્યું જેમાં દેશભરના સેલિબ્રીટીઓના નામ બહાર આવ્યા હતા,એક્ટર તનૂશ્રીદત્તાએ સીનિયર અભિનેતા નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો,ત્યાર પછી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝથી લઈને દેશભરની કેટલીક મહિલાઓએ પોતાના સાથે થયેલા દુષકર્મો વિશે જણાવીને તેવા લોકોને બેનકાબ કર્યા હતા, #MeToo અભિયાનના ચાલતા બોલિવૂડની મહાન હસ્તીઓ એક્ટર,ડાયરેક્ટર અને પ્રોડ્યુસરોના નામ બહાર આવ્યા હતા જેમાં સાજીદ ખાન,લોક નાથ,નુ મલિક,કૈલાશ ખેર સહિતના અનેક નામો બહાર આવ્યા હતા.

ત્યારે એક ઈન્ટર્વ્યૂ વખતે #MeToo બાબતે વાત કરતા બૉલિવૂડ અભિનેત્રી દિપીકાને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાના અનુભવ વિશે પૂછવામાં આવ્યું હતું.ત્યારે  વાતને લઈને દિપીકાએ પલટીને તરત જવાબ આપ્યો હતો ને દિપીકાએ ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે, છેવટે શા માટે  જ સવાલ સ્પોર્ટ્સ પર્સનાલિટીને નથી પૂંછવામાં આવતો,તેમણે વધુંમાં કહ્યુંકે,તેણે ક્યારેય કી ક્રિકેટર કે સ્પોર્ટેસ પ્રસનને  સવાલનો સામનો કરતા નથી જોયા,પરંતુ દરેક એક્ટર્સને જ સવાલ કરવામાં આવે છે,તેણે એમ પણ કહ્યું કે ,યૌન શોષણ માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનો જ  ભાગ નથી થતું પરંતુ દરેક જગ્યાએ આ બનાવ બનતા હોય છે,આ બાબતને દરેક જગ્યાએથી નાશ કરવાની જરુર છે.આમ આ રીતે દિપીકાએ ભડકીને સવાલનો જવાબ આપ્યો હતો.

દિપીકા પાદુકોણની તેની અપકમિંગ ફિલ્મ  ‘છપાક’માં જોવા મળશે,આ ફિલ્મને ડાયરેક્ટર મેઘના ગુલઝારે બનાવી છે,આ સિવાય પણ દિપીકા તેના પતિ રણવીર સિંહ સાતે ફિલ્મ 83મા પણ કામ કરી રહી છે, ત્યારે આ બન્ને ફિલ્મ 2020માં રુલીઝ થવાની શક્યતાઓ છે.