Site icon Revoi.in

આઈસીસી T-20 બોલરોની રેન્કિંગમાં ભારતીય મહિલા ટીમની દીપ્તિ શર્મા બીજા સ્થાને પહોંચી

Social Share

મુંબઈઃ ભારતની મહિલા ક્રિકેટ ટીમની ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા સંયુક્ત રીતે બીજા સ્થાને પહોંચી ગઈ છે જ્યારે જમણા હાથની ફાસ્ટ બોલર રેણુકા સિંહ ઠાકુર જાહેર કરવામાં આવેલી તાજેતરની ICC મહિલા T20 બોલિંગ રેન્કિંગમાં 10માં સ્થાને પહોંચી ગઈ છે. દીપ્તિ હવે પાકિસ્તાનની ડાબા હાથની ઓફ સ્પિનર ​​સાદિયા ઈકબાલ સાથે સંયુક્ત રીતે બીજા સ્થાને છે. દીપ્તિ શર્માને સાઉથ આફ્રિકાના સ્પિનર ​​નોનકુલુલેકો મ્લાબાના ખરાબ ફોર્મનો પણ ફાયદો થયો છે, જે ઓસ્ટ્રેલિયા સામેની બે મેચમાં માત્ર એક વિકેટ લીધા બાદ બીજાથી પાંચમા સ્થાને આવી ગઈ છે.

ઇંગ્લેન્ડની સોફી એક્લેસ્ટોન વિશ્વની ટોચની T20 બોલર છે. દરમિયાન, ટોપ ટેન ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી અને દીપ્તિ ચોથા સ્થાને યથાવત છે. બેટિંગ રેન્કિંગમાં, ભારતની વાઇસ-કેપ્ટન સ્મૃતિ મંધાના તમામ ભારતીય ખેલાડીઓથી આગળ ચોથા સ્થાને છે, જ્યારે જેમિમાહ રોડ્રિગ્સ, શફાલી વર્મા અને હરમનપ્રીત કૌર અનુક્રમે 13માં, 16માં અને 17માં સ્થાને છે.

Exit mobile version