Site icon Revoi.in

દિલ્હી: સીએમ અરવિંદ કેજરીવાલએ આજે વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો

Social Share

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુરુવારે એટલે કે આજે સવારે રાજધાની એલએનજેપી હોસ્પિટલમાં કોરોનાવાયરસની રસીનો પ્રથમ ડોઝ લીધો. દિલ્હી સરકારે માહિતી આપી હતી કે, મુખ્યમંત્રી કેજરીવાલ સવારે 9.30 વાગ્યે રસીનો પ્રથમ ડોઝ લીધો. અધિકારીઓએ કહ્યું કે, 52 વર્ષીય સીએમ કેજરીવાલ ડાયાબિટીઝની સારવાર લઇ રહ્યા છે.

તો બીજી તરફ બુધવારે કોરોના સંક્રમણના 240 નવા કેસોના આગમન સાથે સંક્રમણનો દર વધીને 0.35 થયો છે. બુધવારે 25 હજાર લોકોને કોવિડ -19 રસીનો ડોઝ અપાયો હતો. હેલ્થ બુલેટિન મુજબ, મંગળવારે 68,831 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 240 લોકોની રીપોર્ટ પોઝીટીવ આવી છે. શહેરમાં અત્યાર સુધીમાં 6,39,921 લોકો સંક્રમિત હોવાની પુષ્ટિ છે. કોરોનામાં હાલમાં દિલ્હીમાં 1,584 સક્રિય કેસ છે.

રાજધાનીમાં અત્યાર સુધી 6,27,423 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. ઉપરાંત,સંક્રમણથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 10,914 થઇ ગઈ છે. વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, બુધવારે 13,794 વરિષ્ઠ નાગરિકો સહિત કુલ 25,054 લોકોને કોવિડ -19 રસી આપવામાં આવી હતી.

-દેવાંશી